For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તિલક વર્મા, અભિષેક શર્મા સહિતના સ્ટાર્સ સટાસટી બોલાવશે

12:58 PM Nov 06, 2025 IST | admin
તિલક વર્મા  અભિષેક શર્મા સહિતના સ્ટાર્સ સટાસટી બોલાવશે

રાજકોટમાં તા.13મીથી ભારત (A) અને દ.આફ્રિકા (A) વચ્ચે ત્રણ વન-ડેની આખી સિરીઝ રમાશે

Advertisement

રાજકોટમાં આગામી તા.13થી ભારત અને દક્ષિણ આફ્રિકાની એ ટીમો વચ્ચે વન-ડે મેચોની આખી સિરીઝ રમાનાર છે. જેના કારણે તિલકવર્મા, ઋતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિયાન પરાગ, અર્શદિપસિંહ સહિતના સ્ટાર પ્લેયર્સ રાજકોટમાં ધામા નાખનાર છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી 14 નવેમ્બરથી શરૂૂ થઈ રહી છે, જેના માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ શ્રેણીના એક દિવસ પહેલા જ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક વનડે શ્રેણી પણ શરૂૂ થઈ રહી છે, અને આ શ્રેણી માટે ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં તિલક વર્માને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

Advertisement

ભારત અને દક્ષિણ આફ્રિકા A ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 13 નવેમ્બરથી શરૂૂ થશે, જેની બધી મેચો ગુજરાતના રાજકોટમાં રમાશે. આ શ્રેણી ઈન્ડિયા A અને દક્ષિણ આફ્રિકા અ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીનો એક ભાગ છે. બુધવારે અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ આ વનડે શ્રેણી માટે ટીમોની જાહેરાત કરી. તિલક ઉપરાંત, અભિષેક શર્મા, આયુષ બદોની અને IPL સ્ટાર વિપ્રજ નિગમ જેવા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સિનિયર ટીમ ODI શ્રેણી 30 નવેમ્બરથી શરૂૂ થવાની છે. પરિણામે, આ અ શ્રેણીને ODI શ્રેણીની તૈયારીની તક તરીકે જોવામાં આવી રહી હતી. બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ શ્રેણીમાં સામેલ કરવામાં આવશે કે કેમ તેના પર હતી. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે પસંદગીકારો અ શ્રેણી માટે આ બે અનુભવી ખેલાડીઓની પસંદગી નહીં કરે, અને આ આખરે સાચું સાબિત થયું.

અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઝ20 માં સતત સારું પ્રદર્શન કરનારા તિલક વર્મા અને અભિષેક શર્માને આ શ્રેણીમાં ODI ફોર્મેટમાં તક આપી છે, અને તેથી જ તિલકને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. વધુમાં, ટીમ ઈન્ડિયાના ODI પ્લાનનો ભાગ રહેલા ફાસ્ટ બોલર અર્શદીપ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણાને પણ આ શ્રેણીમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. સ્ટાર વિકેટકીપર ઈશાન કિશનને પણ આ શ્રેણી માટે પસંદ કરવામાં આવ્યો છે, જે તેના માટે ટીમ ઈન્ડિયામાં પાછા ફરવાની સારી તક સાબિત થઈ શકે છે. દરમિયાન, ઋતુરાજ ગાયકવાડને વાઈસ-કેપ્ટન તરીકે બનાવવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement