For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાનમાં બ્લાસ્ટ બાદ શ્રીલંકા ક્રિકેટ ટીમ પરત ફરવાના મૂડમાં

10:59 AM Nov 13, 2025 IST | admin
પાકિસ્તાનમાં બ્લાસ્ટ બાદ શ્રીલંકા ક્રિકેટ ટીમ પરત ફરવાના મૂડમાં

આતંકવાદને કારણે પાકિસ્તાન ફરી એકવાર બદનામ થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી હુમલા બાદ, તેને આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાનનો સામનો કરવો પડ્યો છે. ઓડીઆઇ શ્રેણી રમવા આવેલી શ્રીલંકાની ટીમે એક ક્ષણ માટે પણ પાકિસ્તાનમાં રહેવાનો ઇનકાર કર્યો છે. શ્રીલંકાના 16 ખેલાડીઓમાંથી આઠ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના ઘણા સભ્યો ઘરે પાછા ફરવા માટે તૈયાર છે. દરમિયાન, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પાછા ફરવાનો નિર્ણય લેનારા ખેલાડીઓને ધમકી આપી છે. શ્રીલંકા ક્રિકેટ એ પુરુષોની રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને ધમકી આપી છે કે જો તેઓ સુરક્ષાના કારણોસર ચાલુ પાકિસ્તાન પ્રવાસ છોડી દે તો તેમની ઔપચારિક સમીક્ષા કરવામાં આવશે.

Advertisement

એસસીએલએ જણાવ્યું હતું કે બોર્ડે ખેલાડીઓને તેમની સલામતીની ખાતરી આપી છે અને ટીમને નિર્ધારિત સમય મુજબ મેચ રમવાનો નિર્દેશ આપ્યો છે. બોર્ડે પ્રવાસી ટીમના કોઈપણ સભ્યને સૂચનાઓનું ઉલ્લંઘન કરવા પર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી પણ આપી છે.

એવું સમજી શકાય છે કે દિવસભર, એસસીએલ ખેલાડીઓની સ્વદેશ પાછા ફરવાની વિનંતી સામે અડગ રહ્યા હતા. શ્રીલંકાએ ત્રણ સુનિશ્ચિત ઘઉઈંમાંથી ફક્ત એક જ રમી છે, અને તે પછી તરત જ પાકિસ્તાનમાં ટી-20 ત્રિકોણીય શ્રેણી રમવાનું છે (ઝિમ્બાબ્વે બીજી ટીમ છે). તેમ છતાં, ખેલાડીઓના દબાણને કારણે બીજી બેઠક બોલાવવાની ફરજ પડી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement