શ્રીલંકાએ 10 વર્ષ બાદ અંગ્રેજોને માત આપી, પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને
ઈંગ્લેન્ડ ટૂર પર આવેલી શ્રીલંકાની ટીમને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ સાથે લંકાનો સફાયો કરવાનું ઈંગ્લેન્ડે સપનું જોયું હતું, પરંતુ મહેમાન ટીમે છેલ્લી ટેસ્ટમાં યજમાન ટીમને 8 વિકેટે પરાજય આપીને બતાવ્યું કે તેમની ટીમ પણ કોઈ સામાન્ય ટીમ નથી.ઇંગ્લેન્ડની ટીમ શ્રીલંકા સામેની શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહી હતી, પરંતુ શ્રેણીની હાર છતાં શ્રીલંકાએ છેલ્લી ટેસ્ટ જીતીને ડબલ્યુટીસી પોઈન્ટ્સ ટેલીમાં ઈંગ્લેન્ડ સાથે મોટો ખેલ કરી દીધો છે. આ જીત સાથે શ્રીલંકાને 12 પોઈન્ટ મળ્યા છે, જ્યારે ઈંગ્લિશ ટીમને કોઈ પોઈન્ટ નથી મળ્યા.
ઇંગ્લેન્ડે જ્યારે શ્રીલંકા સામે પ્રથમ બે ટેસ્ટ જીતી હતી, ત્યારે ઇંગ્લેન્ડે પોઇન્ટ ટેબલમાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટે જીત મેળવી હતી, જ્યારે યજમાન ટીમે બીજી ટેસ્ટમાં 190 રનના વિશાળ અંતરથી જીત મેળવી હતી. આ બે જીત બાદ ઈંગ્લેન્ડની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ હતી. અને તેની જીતની ટકાવારી પણ 41%થી વધીને 45% થઈ ગઈ, ત્યારે લંકાની ટીમ સાતમા સ્થાને હતી અને જીતની ટકાવારી 33.33 હતી. પરંતુ છેલ્લી ટેસ્ટમાં શ્રીલંકાની શાનદાર જીતે ઈંગ્લેન્ડને મોટો ઝાટકો આપ્યો છે.
ત્રીજી ટેસ્ટમાં 8 વિકેટથી જીત મેળવીને શ્રીલંકાને 12 પોઈન્ટ મળ્યા છે, જ્યારે ડબલ્યુટીસી પોઈન્ટ ટેબલમાં 42.19% જીતની ટકાવારી મેળવીને સાતમાથી પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે બ્રિટિશ બે સ્થાન સરકીને છઠ્ઠા સ્થાને પહોંચી છે. અને ઈંગ્લેન્ડ ટીમની જીતની ટકાવારી પણ 45થી ઘટીને 42.19% થઈ ગઈ છે. જો કે, ટીમ ઈન્ડિયા 74 પોઈન્ટ અને 68.52% વિજય સાથે પ્રથમ સ્થાને યથાવત છે.