SRHની માલિક કાવ્યા મારન નબળા ખેલાડીઓને રિલીઝ કરશે
IPL 2025 SRH માટે યોગ્ય નથી રહ્યું. 14 મેચમાંથી માત્ર 6 જીતેલી આ ટીમ પ્લેઓફથી ચૂકી ગઈ. જેથી તેમનો આઇપીએલની આ સિઝનનો પ્રવાસ અહીં પૂરો થઈ ગયો છે. એવામાં ટીમની ઓનર કાવ્યા મારન અને મેનેજમેન્ટ આગામી સિઝન માટે રણનીતિની તૈયારી શરૂૂ કરી દીધી છે. આમાં અમુક કમજોર પ્રદર્શન કરનાર ખેલાડીઑને રિલીઝ કરવા અને ટ્રેડ વિન્ડોના માધ્યમે નવા ચહેરા સામેલ કરવાનું હોઈ શકે છે. આઇપીએલ ફ્રેન્ચાઈઝી દરેક સિઝન બાદ જે ખેલાડીઓ અપેક્ષા અનુસાર પ્રદર્શન નથી કરતાં તેમને રીલીઝ કરે છે.
SRHમાં પણ અમુક ખેલાડીઓને રીલીઝ કરવા પર વિચાર કરી શકે છે, જેમાં મોહમ્મદ શમી અને કામીંદુ મેન્ડિસ જેવા મોટા ખેલાડીઓના નામ સામેલ હોઈ શકે છે. મોહમ્મદ શમી માટે આ સિઝન ખૂબ ખરાબ રહ્યું. તે 9 મેચોમાં માત્ર 6 વિકેટ જ મેળવી શક્યો. ત્યારે તેની ઈકોનોમી પણ 11 થી વધારે રહી. બીજી બાજુ કામીંદુ મેન્ડિસ પણ 5 મેચમાં 92 રન જ બનાવી શક્યો અને 2 વિકેટ લીધી. અથર્વ તાયડેને પણ મુક્ત કરી શકાય છે. જોકે, તેને વધારે તકો મળી નહીં, અને જ્યારે તેને તક મળી, ત્યારે તે નિષ્ફળ ગયો. તેને ફક્ત એક જ વાર પ્લેઇંગ 11 માં સામેલ કરવામાં આવ્યો હતો.
એટલે કે ટીમે તેના પર વધુ વિશ્વાસ દર્શાવ્યો ન હતો, જેના કારણે તેને રીલીઝ કરી શકાય છે. સચિન બેબીને પણ ફક્ત 1 મેચ રમવાની તક મળી, એટલે કે તે પણ ટીમની યોજનાઓમાં ફિટ બેસતો ન હતો. રાહુલ ચહર અને વિઆન મુલ્ડરને પણ 1-1 મેચ રમવાની તક મળી, તેથી તેમના નામ પણ રિલીઝ થનારા ખેલાડીઓની લિસ્ટમાં હોઈ શકે છે. SRH એ 2025ના ઓક્શનમાં પોતાના કોર ગ્રુપને ક્ધટીન્યુ રાખતા હેનરિચ ક્લાસેન (23 કરોડ રૂૂપિયા), ટ્રેવીસ હેડ (14 કરોડ રૂૂપિયા), અભિષેક શર્મા (14 કરોડ રૂૂપિયા) અને નીતિશકુમાર રેડ્ડી (6 કરોડ) ને રિટેન કર્યું હતું. આ ખેલાડીઓએ પ્રદર્શન સારું પણ કર્યુ, એવામાં ટીમ આ સ્ટાર ખેલાડીઓને ક્ધટીન્યુ રાખી શકે છે. આ સિવાય ઇશાન કિશન અને હર્ષલ પટેલ પણ પોતાની છાપ છોડવામાં સફળ રહ્યા છે.