ભારત-સા.આફ્રિકા-Aની અંતિમ મેચમાં પ્રેક્ષકો ઉમટી પડયા
05:19 PM Nov 19, 2025 IST
|
Bhumika
Advertisement
બન્ને ઓપનરની ધૂંઆધાર સદીથી સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવ લઇ 325 રન બનાવ્યા
Advertisement
આજે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડીયમમાં ભારત-સા.આફ્રિકા એની ટીમનો ત્રીજો વન-ડે રમાયો હતો. આ મેચમાં સવારથી જ પ્રેક્ષકો ઉમટી પડયા હતા. સા.આફ્રીકાની ઓપનીંગ જોડીએ 241 રનની ભાગીદારી નોંધાવી હતી અને બન્ને ઓપનર પ્રિટોરીયસ અને મુન સામીએ સેન્ચુરી ફટકારી હતી.પરંતુ બાદમાં ભારતીય એ ટીમે કમ બેક કરતા સા.આફ્રીકા-એનો સ્કોર 50 ઓવરના અંતે 6 વિકેટે 325 રનનો થયો હતો. જવાબમાં ભારતીય એ ટીમે 15 ઓવરમાં જ 3 વિકેટો ગુમાવી ચુકી હતી. ભારત તરફથી ઓપનિંગ બેસ્ટમેન ઋતુરાજ ગાયકવાડે 25 રન બનાવ્યા હતા. જયારે અભિષેક શર્મા અને કેપ્ટન તિલક વર્મા 11-11 રન બનાવીને આઉટ થયા હતા.
Next Article
Advertisement