વન ડે ડેબ્યૂમાં દક્ષિણ આફ્રિકાના બેટરે 148 બોલમાં 150 રન માર્યા
47 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો
દક્ષિણ આફ્રિકાના બેટર મેથ્યુ બ્રીટ્ઝકે પોતાની વનડે ડેબ્યૂ મેચમાં શાનદાર બેટિંગ કરતા પહેલી જ મેચમાં 150 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. બ્રીટ્ઝકે 148 બોલનો સામનો કરીને 150 રન કરીને આઉટ થઇ ગયો હતો. જેમાં તેણે 11 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા દુનિયાઓ કોઈ પણ બેટર આવું કારનામું કરી શક્યો નથી. તેણે લગભગ 47 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
મેથ્યુ બ્રીટ્ઝકે અગાઉ દ. આફ્રિકા માટે ટી-20 અને ટેસ્ટમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે. પરંતુ તેણે વનડેમાં હવે ડેબ્યૂ કર્યું હતું. લાહોર ખાતે રમાયેલી પાકિસ્તાન સામેની વનડે મેચમાં તે કેપ્ટન ટેમ્બા બાવુમાં સાથે ઓપનીંગ કરવા આવ્યો હતો. બાવુમાં 20 રન બનાવીને આઉટ થઇ ગયો હતો અને પછી ટીમની એક પછી એક વિકેટ પાડવા લાગી હતી. પરંતુ મેથ્યુ બ્રીટ્ઝકે સતત ક્રીઝ પર ટકી રહીને તેણે સદી ફટકારી હતી. તેની સાથે જ ડેબ્યૂ મેચમાં તે દક્ષિણ આફ્રિકા માટે સૌથી વધુ સ્કોર બનાવનાર બેટર બની ગયો હતો.