સાઉથ આફ્રિકાની બેટરે સદી બાદ ભગવાન રામને યાદ કર્યા
ઘુંટણિયે બેસી તીર કાઢવાની એક્શન કરી
ઇન્દોર માં મહિલા વન-ડે વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં સાઉથ આફ્રિકાને જીતવા 232 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સાઉથ આફ્રિકાને એ ટાર્ગેટ આસાનીથી અપાવનાર પ્લેયર ઑફ ધ મેચ તેઝમિન બ્રિટ્સ (101 રન, 89 બોલ, એક સિક્સર, પંદર ફોર)એ સદી પૂરી કર્યા પછી પ્રભુ શ્રી રામને યાદ કર્યા હતા અને સ્ટેડિયમમાં બેઠેલા પ્રેક્ષકોના તેમ જ અસંખ્ય ટીવી-દર્શકોના દિલ જીતી લીધાં હતાં. તેની સાથીઓ આ જોઈને ખુશ થઈ ગઈ હતી.
થાકેલી-પાકેલી તેઝમિન બ્રિટ્સ સેન્ચુરી પૂરી કર્યા બાદ ઘૂંટણિયે બેઠી હતી, પીઠ પરના ભાથામાંથી તીર કાઢ્યું હોય એવી ઍક્શન કરી હતી અને ધનુષ બાણમાં ચડાવીને તીર છોડવાની અદ્ભુત સ્ટાઇલ કરી હતી. ભારતના મેદાન પર કોઈ વિદેશી ક્રિકેટર આવું કરે એ ખરેખર પ્રશંસનીય અને અવિસ્મરણીય જ કહેવાય. તેણે પોતાની લડાયક ઇનિંગ્સને પ્રભુ શ્રી રામની કમાન ચલાવવાની અનોખી લીલા સાથે જોડી હતી.