ભારત સામે વન ડે અને ટી-20 સિરીઝ માટે દ.આફ્રિકાની ટીમ જાહેર, ટેમ્બા કપ્તાન
દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ટેસ્ટ સિરીઝ પછી 3 મેચની વનડે અને 5 મેચની ટી-20 સિરીઝ રમાશે. વનડે અને ટી-20 સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઘણા સ્ટાર ખેલાડીઓને તક આપવામાં આવી છે, જ્યારે કેટલાક ખેલાડીઓને ટીમમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
ભારત સામેની 3 મેચની વનડે સિરીઝ માટે કપ્તાની ટેમ્બા બાવુમા ને સોંપવામાં આવી છે, જ્યારે 5 મેચની ટી-20 સિરીઝ માટે દક્ષિણ આફ્રિકાની કપ્તાની એડન માર્કરામને મળી છે. ઉભરતા સિતારા ડેવાલ્ડ બ્રેવિસની પસંદગી વનડે અને ટી-20 બંને ટીમ માટે કરવામાં આવી છે. આ ઉપરાંત, ઓટનીલ બાર્ટમેન અને કોર્બિન બોશ ને પણ વનડે અને ટી-20 સિરીઝમાં તક મળી છે.
3 મેચની વનડે સિરીઝની પ્રથમ મેચ 30 નવેમ્બરથી રમાશે, જ્યારે બીજી મેચ 3 ડિસેમ્બરના રોજ અને ત્રીજી મેચ 6 ડિસેમ્બરના રોજ રમાશે. આ ઉપરાંત, 5 મેચની ટી-20 સિરીઝની પ્રથમ મેચ 9 ડિસેમ્બરના રોજ રમાશે. બીજી મેચ 11 ડિસેમ્બરના રોજ, ત્રીજી મેચ 14 ડિસેમ્બરના રોજ, ચોથી મેચ 17 ડિસેમ્બરના રોજ, અને પાંચમી મેચ 19 ડિસેમ્બરના રોજ રમાશે.
દક્ષિણ આફ્રિકાની વનડે ટીમ
ટેમ્બા બાવુમા (કપ્તાન), ઓટનીલ બાર્ટમેન, કોર્બિન બોશ, મેથ્યુ બ્રીટ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ, નાન્દ્રે બર્ગર, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જોરજી, રુબિન હર્મન, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, એડન માર્કરામ, લુંગી એનગિડી, રિયાન રિકેલ્ટન અને પ્રેનેલન સુબ્રાયન.
દક્ષિણ આફ્રિકાની ટી-20 ટીમ
એડન માર્કરામ (કપ્તાન), ઓટનીલ બાર્ટમેન, કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જોરજી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યાન્સેન, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, ક્વેના માફાકા, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એનરિચ નોર્ખિયા અને ટ્રિસ્ટન સ્ટબ્સ.