લોર્ડ્સના મેદાનમાં ભારતનો 23 વર્ષનો રેકોર્ડ તોડી દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 330 રન
દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 330 રન બનાવ્યા હતા. આ સાથે તેણે લોર્ડ્સ ગ્રાઉન્ડ પર બનાવેલો ભારતનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હકીકતમાં, અત્યાર સુધી લોર્ડ્સ ગ્રાઉન્ડ પર વિદેશી ટીમ દ્વારા ઓડીઆઇ મેચમાં બનાવેલો સૌથી વધુ સ્કોર ભારતના નામે હતો. ટીમ ઇન્ડિયાએ 2002 માં ઇંગ્લેન્ડ સામે 326 રનનો રેકોર્ડ બનાવ્યો હતો.
લોર્ડ્સ ગ્રાઉન્ડ પર ઓડીઆઇ મેચમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ ઇંગ્લેન્ડના નામે છે, જેણે 1995 માં ભારત સામે 334 રન બનાવ્યા હતા. પરંતુ અત્યાર સુધી લોર્ડ્સ ગ્રાઉન્ડ પર વિદેશી ટીમ દ્વારા બનાવેલો સૌથી વધુ સ્કોર ભારતના નામે હતો. ટીમ ઇન્ડિયાએ 2002 માં ઇંગ્લેન્ડ સામે 326 રન બનાવ્યા હતા. પરંતુ હવે દક્ષિણ આફ્રિકા આ બાબતમાં તેનાથી આગળ નીકળી ગયું છે. તેણે ઇંગ્લેન્ડ સામે 330 રન બનાવ્યા છે.
દક્ષિણ આફ્રિકાના 26 વર્ષીય બેટ્સમેન મેથ્યુ બ્રીત્ઝકેએ ગુરુવારે ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની બીજી વનડે દરમિયાન એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. મેથ્યુ બ્રીત્ઝકે ODI ક્રિકેટ ઇતિહાસમાં તેની પ્રથમ પાંચ મેચની પાંચ ઇનિંગ્સમાં 50 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.પોતાની કારકિર્દીની પ્રથમ પાંચ ODI ઇનિંગ્સમાં 50 થી વધુ રન બનાવીને, તેણે નવજોત સિંહ સિદ્ધુનો રેકોર્ડ તોડ્યો, જેમણે પોતાની કારકિર્દીની પ્રથમ ચાર ODI ઇનિંગ્સમાં સતત ચાર અડધી સદી ફટકારી હતી.