ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાઉથ આફ્રિકા હાવી, ટીમ ઇન્ડિયા 189મા સમેટાઇ

05:55 PM Nov 15, 2025 IST | admin
Advertisement

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડનમાં પહેલી ટેસ્ટ રમાઈ રહી છે, સાઉથ આફ્રિકાના બોલરોએ કમબેક કરીને ભારતની ઈનિંગ્સ 189 રન પર અટકાવી દીધી છે. બીજા દિવસની મધ્યમાં જ બન્ને ટીમની 1-1 ઈનિંગ્સનો અંત આવી ગયો.

Advertisement

કોલકાતા ટેસ્ટમાં પહેલા દિવસે ભારતનું પલડું ભારે લાગતું હતું, સ્થિતિ એવી હતી કે ભારતીય બોલરોએ કમાલ કરી દીધી હતી, પરંતુ બીજા દિવસની શરુઆતમાં ભારતીય બેટ્સમેનો પોતાની જવાબદારી નિભાવામાં નિષ્ફળ સાબિત થયા છે. ભારતની આજે સવારે વોશિંગટન સુંદરના રૂૂપમાં પહેલી વિકેટ પડ્યા પછી 20-25 રનના અંતરમાં સતત વિકેટ પડવાનું ચાલુ રહ્યું છે. એક સમયે સાઉથ આફ્રિકાનો રનોનો રથ રોક્યા પછી ભારતીય ટીમ મજબૂત લીડ હાંસલ કરીને મેચ પર પક્કડ વધારે મજબૂત કરશે તેવી આશાઓ બાંધવામાં આવી રહી હતી, પરંતુ આ આશાઓ ઠગારી નીવડી છે. ભારતીય કેપ્ટનને ડોકમાં સમસ્યા આવવાના કારણે તે રિટાયર્ડ થયો છે, ભારતીય ટીમ માત્ર 30 રનની લીડ આપી છે, ભારતની જેમ ઓસ્ટ્રેલિયાના બોલરો પણ કોલકાતાની પિચને સમજીને હાવી રહ્યા હતા.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો તે ખોટો સાબિત થતો દેખાઈ રહ્યો હતો, પરંતુ બીજા દિવસની શરુઆતથી સાઉથ આફ્રિકાના બોલરે સારું એવું કમબેક કરી લીધું છે. આ મેચ તેમના હાથમાંથી જવાની જે સંભાવનાઓ હતી તેને સાઉથ આફ્રિકાએ ખોટી સાબિત કરી દીધી છે. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સન અને સિમોન હાર્મેર સામે ભારતીય બેટ્સમેનો પાંગળા સાબિત થયા છે.

ભારત તરફથી જસપ્રીત બુમરાહ સૌથી સફળ બોલર રહ્યો હતો, તેના કરિયર અને પ્રદર્શન પર જે સવાલો ઉઠી રહ્યા હતા તે તેણે 5 વિકેટ લઈને મૌન કરી દીધા છે. આ સિવાય સિરાજ અને કુલદીપ યાદવના ખાતામાં 2-2 અને અક્ષરના ખાતામાં 1 વિકેટ આવી હતી.

62.2 ઓવરના અંતમાં 30 રનની નજીવી લીડ મેળવીને અક્ષર પટેલની વિકેટ ગમાવતા દાવ પૂર્ણ કરવો પડ્યો છે. ભારત તરફથી સૌથી વધુ કેએલ રાહુલના બેટથી 39 રન આવ્યા છે, વધુ રનના મામલે વોશિંગટન સુંદરે 29 રન બનાવ્યા છે. આ પછી રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ 27-27 રન બનાવ્યા છે.

Tags :
indiaindia newsSouth AfricaSportssports news
Advertisement
Next Article
Advertisement