WTCની ફાઈનલ માટે સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર
11થી 15 જૂન દરમિયાન લંડનમાં રમાશે
ઇંગ્લેન્ડસ્થિત લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 11થી 15 જૂન સુધી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ત્રીજી સીઝનની ફાઇનલ મેચ રમાશે. બન્ને ફાઇનલિસ્ટ ટીમ ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાએ 15-15 સભ્યોની સ્ક્વોડની જાહેરાત કરી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા સતત બીજી વાર ફાઇનલમાં પહોંચી છે, જ્યારે આફ્રિકન ટીમે પહેલવહેલી વાર આ ફાઇનલમાં એન્ટ્રી કરી છે.
સાઉથ આફ્રિકાની સ્ક્વોડ : ટેમ્બા બવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગહેમ, કોર્બિન બોશ, ટોની ડી જોર્ઝી, માર્કો યાન્સેન, કેશવ મહારાજ, ઍઇડન માર્કરમ, વિયાન મલ્ડર, સેનુરન મુથુસામી, લુન્ગી એન્ગિડી, ડેન પેટરસન, કેગિસો રબાડા, રાયન રિકલ્ટન, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાઇલ વેરિન.
ઑસ્ટ્રેલિયાની સ્ક્વોડ : પેટ કમિન્સ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, ઍલેક્સ કેરી, કેમરન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટેસ, મેટ કુહનેમેન, માર્નસ લબુશેન, નેથન લાયન, સ્ટીવ સ્મિથ, મિચલ સ્ટાર્ક, બો વેબસ્ટર. ટ્રાવેલ રિઝર્વ: બ્રેન્ડન ડોગેટ.