For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત પ્રવાસ માટે સાઉથ આફ્રિકાની ટેસ્ટ અને વન-ડે ટીમની જાહેરાત

10:54 AM Oct 17, 2025 IST | Bhumika
ભારત પ્રવાસ માટે સાઉથ આફ્રિકાની ટેસ્ટ અને વન ડે ટીમની જાહેરાત

કેપ્ટન બાવુમાની વાપસી, 30 ઓકટોબરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે

Advertisement

દક્ષિણ આફ્રિકાએ ભારતના પ્રવાસ માટે તેની અ ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં બે ટેસ્ટ અને ત્રણ વનડે રમાશે. દક્ષિણ આફ્રિકાએ બંને શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ પ્રવાસ 30 ઓક્ટોબરથી શરૂૂ થશે.

આ અનઓફિશિયલ ટેસ્ટ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે, પરંતુ ટેમ્બા બાવુમા હજુ પણ દક્ષિણ આફ્રિકાની ટીમનું નેતૃત્વ કરશે. કારણ કે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમા લગભગ 4.5 મહિના પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરશે. બાવુમાએ 11-14 જૂન, 2025 દરમિયાન પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. હવે તે 30 ઓક્ટોબરથી શરૂૂ થતી ટેસ્ટ શ્રેણીમાં ભારત અ સામેની બીજી મેચમાં જોવા મળશે. માર્ક્સ એકરમેન પ્રથમ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરશે.

Advertisement

ભારત-અ અને દક્ષિણ આફ્રિકા-એ વચ્ચેની પ્રથમ ચાર દિવસીય ટેસ્ટ 30 ઓક્ટોબરથી શરૂૂ થશે. બીજી અનઓફિશિયલ ટેસ્ટ 6 થી 9 નવેમ્બર દરમિયાન રમાશે. બંને મેચ ઇઈઈઈં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાશે. ત્યારબાદ બંને દેશો વચ્ચે વન-ડે સીરિઝ શરૂૂ થશે, જેમાં 13 થી 19 નવેમ્બર દરમિયાન ત્રણ વન-ડે મેચનો સમાવેશ થશે. ભારત-એ અને દક્ષિણ આફ્રિકા-એ ટીમો વચ્ચેની ત્રણેય મેચ રાજકોટમાં રમાશે.

ટેસ્ટ શ્રેણી માટે ટીમ
માર્કેસ એકરમેન, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ઓકુહલે સેલે, ઝુબેર હમઝા, જોર્ડન હરમન, રુબિન હરમન, રિવાલ્ડો મૂનસામી, ત્શેપો મોરેકી, મિહલાલી મપોંગવાના, લેસેગો સેનોકવાને પ્રેનેલન, સુબ્રાયેન, કાઈન સિમંડ્સ, ત્સેપો નદવાંડવા, જેસન સ્મિથ, તિયાન વાન વુરેન અને કોડી યુસુફ

વન-ડે સીરિઝ માટે ટીમ
માર્કેસ એકરમેન, ઓટનીલ બાર્ટમેન, બ્યોર્ન, ફોર્ટુઈન, જોર્ડન હરમન, રુબિન હરમન, ક્વેના મફાકા, રિવાલ્ડો મૂનસામી, ત્શેપો મોરેકી, મિહલાલી મપોંગવાના, નકાબા પીટર, ડેલાનો પોટગિએટર, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, સિનેથેમ્બા કેશિલે, જેસન સ્મિથ અને કોડી જોસેફ.

Advertisement
Tags :
Advertisement
Advertisement