ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રથમ ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકા 159 રનમાં ઓલ આઉટ, બુમરાહની 5 વિકેટ

04:48 PM Nov 14, 2025 IST | admin
Advertisement

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીમા પ્રથમ મેચ આજે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સમા રમાઇ રહી છે જેના પ્રથમ દિવસે પ્રથમ ઇનીગમા દક્ષિણ આફ્રિકાની ટીમે 55 ઓવરમા 159 રન બનાવી ઓલ આઉટ થઇ ગય છે.

Advertisement

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહ્યો છે. સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. શુક્રવારે મેચનો પહેલો દિવસ છે અને છેલ્લા સેશનની રમત ચાલુ છે. સાઉથ આફ્રિકા 159 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી. તેણે કેશવ મહારાજ (0), સાયમન હાર્મર (5 રન), ટોની ડી જોર્જી (24 રન), એડન માર્કરમ (31 રન) અને રાયન રિકેલ્ટન (23 રન)ને આઉટ કર્યા હતા ટી-બ્રેકથી બરાબર પહેલાં અક્ષર પટેલે કોર્બિન બોશને (3 રન) LBW આઉટ કર્યા. મોહમ્મદ સિરાજે માર્કો યાન્સેન (0) અને વિકેટકીપર કાઇલ વેરિને (16 રન) અને કુલદીપ યાદવે વિયાન મુલ્ડર (24 રન) અને કેપ્ટન ટેમ્બા બાવુમા (3 રન)ને આઉટ કરીને 2-2 વિકેટ ઝડપી હતી
દક્ષિણ આફ્રિકાના ત્રણ બેટસમેનો ડબલ ડીઝીટમા પણ રન બનાવી શકયા ન હતા માત્ર 6 બેટસમેન ડબલ ડીઝીટ સુધી પહોચ્યા હતા . ભારતીય ટીમનુ સુકાન યુવા ખેલાડી શુભમન ગીલ અને દક્ષિણ આફ્રિકાની ટીમની કમાન ટેમ્બા બાવુમા સંભાળી રહયા છે.

Tags :
indiaindia newsSouth Africa teamSportssports news
Advertisement
Next Article
Advertisement