રાજકોટમાં સાઉથ આફ્રિકા ‘એ’ ટીમનો ધબડકો, 54 રનમાં પાંચ વિકેટ ગુમાવી
પ્રથમ બોલ પર જ અર્શદીપસિંઘે ઝડપી વિકેટ
ભારત અને સાઉથ આફ્રિકા ની એ ટીમ વચ્ચે આજથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વન-ડે મેચની શરૂૂઆત થઈ હતી કુલ ત્રણ વન ડે મેચની શ્રેણીનો પ્રથમ વન-ડે મેચ આજે રમાઈ રહ્યો છે જેમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પરંતુ મેચના પ્રથમ બોલ પર જ અર્સાશદીપ સિંઘે સાઉથ આફ્રિકાના પ્રારંભિક બેટ્સમેનને પેવેલિયન ભેગો કરી દીધો હતો. સાઉથ આફ્રિકાની શરૂૂઆત એટલી નબળી હતી કે પ્રથમ બે ઓવરમાં જ ત્રણ વિકેટ પડી ગઈ હતી. અને 16 રન ના સ્કોર પર ચાર વિકેટ પડી ગઈ હતી.
જોકે સાઉથ આફ્રિકાના બેસ્ટમેન દિયાન ફોરેસ્ટરે થોડી જીક જીલીને સ્કોર બોર્ડનું પાટિયું 50 રનના સ્કોરને પાર કરાવ્યું હતું. ફોરેસ્ટર હાલ 23 અને દાવમાં ચાલુ છે પરંતુ સાઉથ આફ્રિકા અને એ ટીમની પાંચ વિકેટ માત્ર 54 રનમાં પડી ગઈ છે ભારત વતી અર્થદીપસિંહ એ બે પ્રસિદ્ધ ક્રિષ્ના તેમજ સંધુએ એક એક વિકેટ ઝડપી છે.