સૌરવ ગાંગુલી કોલકાતા રોયલ ટાઇગર્સ ટીમના માલિક બન્યા
ઇઈઈઈંના પૂર્વ અધ્યક્ષની નવી ઇનિંગ
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હવે ક્રિકેટમાં નહીં પરંતુ અન્ય રમતોમાં પોતાની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. સૌરવ ગાંગુલીને હવે આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં યોજાનાર ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ 2024 માટે કોલકાતા રોયલ ટાઈગર્સ ટીમના માલિક બન્યા છે. કોલકાતા રોયલ ટાઈગર્સ ટીમ પહેલીવાર ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે.
ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ 2024 માટે કોલકાતા રોયલ ટાઈગર્સ ટીમનો માલિક બનાવ્યા બાદ સૌરવ ગાંગુલીએ કહ્યું કે કોલકાતા રોયલ ટાઈગર્સ ટીમનો માલિક બનાવ્યા બાદ હું ખૂબ જ ઉત્સાહિત છું. તે કહે છે કે મોટરસ્પોર્ટ્સ હંમેશાથી મારું પેશન રહ્યું છે. ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં કોલકાતા રોયલ ટાઈગર્સ સાથે સંકળાઈને, અમે મોટરસ્પોર્ટના ઉત્સાહીઓની નવી પેઢીને પ્રેરણા આપીને તેના પર મજબૂત નિર્માણ કરવાનું વિચારીએ છીએ. ગાંગુલી અન્ય સ્પોર્ટ્સ ફ્રેંચાઈઝી સાથે જોડાયેલા પ્રથમ ક્રિકેટર નથી, આ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિન બોલર આર અશ્વિને ચેસ લીગમાં સામેલ અમેરિકન ગેમ્બિટ્સ ટીમમાં રોકાણ કર્યું છે.
સૌરવ ગાંગુલી આઇપીએલ માં દિલ્હી કેપિટલ્સ ટીમના ક્રિકેટ ડિરેક્ટર પણ છે. અગાઉ દાદા દિલ્હી કેપિટલ્સના મેન્ટર પણ રહી ચૂક્યા છે પરંતુ બીસીસીઆઇ ના પ્રમુખ બન્યા બાદ તેમણે મેન્ટરનું પદ છોડવું પડ્યું હતું. વર્ષ 2023 માં, સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સ ટીમના ક્રિકેટ ડિરેક્ટર બન્યા અને ત્રણ વર્ષ પછી તેઓ દિલ્હી ટીમમાં પાછા ફર્યા હતા.