સર માઇક તૈયાર રાખો, જેમિમાએ ગાવસ્કરને વચન યાદ અપાવ્યું
ગાવસ્કરે મહિલા ટીમ વર્લ્ડ કપ જીતે તો ગીત ગાવાનું કહ્યું હતું
ભારતની સ્ટાર ક્રિકેટર જેમીમા રોડ્રિગ્સે 2025 મહિલા વર્લ્ડ કપ જીત્યા પછી મહાન સુનીલ ગાવસ્કરને તેમના વચનની યાદ અપાવી છે. જેમીમા રોડ્રિગ્સે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ત્રણ વીડિયોનો સામેલ છે. જેના કેપ્શનમાં જેમીમા રોડ્રિગ્સે લખ્યું, નમસ્તે સુનીલ ગાવસ્કર સર! મને આશા છે કે તમને તમારું વચન યાદ હશે?
વીડિયોમાં જેમીમા કહે છે, નમસ્તે સુનીલ ગાવસ્કર સર. મેં તમારો મેસેજ જોયો અને તમે કહ્યું કે જો ભારત વર્લ્ડ કપ જીતે છે તો આપણે સાથે ગાઈશું, તેથી હું મારા ગિટાર સાથે તૈયાર છું. મને આશા છે કે તમે તમારા માઈક સાથે પણ તૈયાર હશો. તમારો ખૂબ ખૂબ પ્રેમ, સાહેબ. દરેક વસ્તુ માટે ખૂબ ખૂબ આભાર.
જેમીમા રોડ્રિગ્સે પોતાની પોસ્ટમાં એક વીડિયો પણ શેર કર્યો જેમાં સુનીલ ગાવસ્કર ભારતીય મહિલા ટીમના વર્લ્ડ કપ જીત્યા પછી તેની સાથે ગાવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. જેમીમાએ બીજો એક વીડિયો પણ શેર કર્યો જેમાં તે અને સુનીલ ગાવસ્કર સાથે ગાતા જોવા મળે છે.