રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર

12:46 PM Dec 15, 2023 IST | Sejal barot
Advertisement

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રીકાના પ્રવાસે છે. ભારતીય ટીમ ટી20, વનડે અને ટેસ્ટ સીરિઝ રમવા માટે સાઉથ આફ્રીકાની ધરતી પર પહોંચી છે. સાઉથ આફ્રીકાના પ્રવાસે પહોંચેલા ભારતીય ક્રિકેટર્સની લિસ્ટમાં શ્રેયસ અય્યર પણ સામેલ છે. શ્રેયસ અય્યર ટી20, વનડે અને ટેસ્ટ આ ત્રણેય ફોર્મેટ માટે સિલેક્ટ થયો હતો.
શ્રેયસ અય્યર માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ફ્રેન્ચાઈઝીની સીઈઓ વેંકી મૈસૂરે આઈપીએલ 2024માં કોલકત્તા નાઈટ રાઈડર્સના કેપ્ટન તરીકે શ્રેયસ અય્યર અને વાઈસ કેપ્ટન તરીકે નીતીશ રાણાના નામની જાહેરાત કરી છે. કોલકત્તા નાઈટ રાઈડર્સે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરી છે. આઈપીએલ 2023માં ઈજાને કારણે શ્રેયસ અય્યર રમી શક્યો ન હતો. તેના સ્થાને નીતીશ રાણાને કેપ્ટનની જવાબદારી સૌપવામાં આવી હતી. આ જાહેરાત બાદ શ્રેયસ અય્યરે કહ્યું કે- હું માનું છું કે ગત સિઝનમાં અમે ઘણા પડકારોનો સામનો કર્યો હતો, જેમાં ઈજાના કારણે મારી ગેરહાજરી પણ સામેલ હતી. નીતીશે માત્ર મારી જગ્યા જ નથી ભરી પરંતુ તેમના સક્ષમ નેતૃત્વથી અદ્ભુત કામ પણ કર્યું છે. હું ખુશ છું કે KKRએ તેને ઉપ-કેપ્ટન બનાવ્યો છે. આનાથી નેતૃત્વ જૂથ મજબૂત થશે તેમાં કોઈ શંકા નથી.

Advertisement

Tags :
KnightKolkataofRidersShreyas Iyer as captain
Advertisement
Next Article
Advertisement