હારેલા પાકિસ્તાની કેપ્ટનની શરમજનક હરકત, ઈનામમાં મળેલો ચેક ફેંકી દીધો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
એશિયા કપની ફાઈનલમાં કારમા પરાજય બાદ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ ભારત પર ‘ક્રિકેટનો અનાદર’ કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે, મેચ પછીની પ્રેઝન્ટેશન દરમિયાન સલમાન અલી આગાએ જે કર્યું તે યોગ્ય હતું. તેવો સવાલ પણ ઉઠયો છે.
ભારત-પાકિસ્તાન એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાના હાથે કારમી હારનો સામનો કર્યા પછી જ્યારે સલમાન આગાને રનર-અપ ચેક આપવામાં આવ્યો ત્યારે તેણે તે બધાની સામે ફેંકી દીધો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. સલમાન આગા બધાની સામે ચેક ફેંક્યા પછી હસતો પણ જોવા મળે છે.
નોંધનીય છે કે મેચ પછીની પ્રેઝન્ટેશનમાં પણ ભારે હોબાળો થયો હતો. ભારતે અઈઈ પ્રમુખ અને પાકિસ્તાની નેતા મોહસીન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ક્રિકેટ ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે. જેના બાદ લગભગ બે કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને અંતે નકવી ટ્રોફી અને ટીમ ઈન્ડિયાના મેડલ લઈને હોટેલ રૂૂમ રવાના થઈ ગયા હતા જેના બાદ બીસીસીઆઈએ મજબૂત પ્રતિક્રિયા આપી હતી.