કાલે ગુવાહાટીમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ, પીચ પર નજર
લંચ પહેલાં ટી ટાઇમ પડશે, ટોસ જીતે તેને ફાયદો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ કાલે ગુવાહાટીમાં રમાશે. આ મેચ 22 નવેમ્બરથી શરૂૂ થશે. મેચ પહેલા ગૌહાટી ની પિચની તસવીરો સામે આવી છે. કલકત્તા ટેસ્ટની વિકેટની ચોમેર ટીકા થયા બાદ બધાની નજર આ વિકેટ ઉપર છે. કલકત્તામાં ભારતની હાર માટે વિકેટને જવાબદાર માનવામાં આવે છે ત્યારે આ પિચ પર કોને સૌથી વધુ સપોર્ટ મળશે તેના પર સૌની નજર છે. સુકાની તરીકે ઋષભ પંત પહેલી વખત ભારતની ધરતી ઉપર કેપ્ટન બન્યા છે. ગિલ ઇજાને કારણે ટીમમાંથી બહાર ફેંકાયા છે ત્યારે પંત ની ટીમ કેવો દેખાવ કરે છે તેના ઉપર પણ બધાની નજર છે. ગુવાહાટીમાં ODI અને T20 મેચ રમાઈ ચૂકી છે, પરંતુ આ સ્ટેડિયમમાં આ પહેલી ટેસ્ટ મેચ હશે. ટીમ ઈન્ડિયાને પણ ખબર નથી કે બોલિંગ અને બેટિંગ માટે પરિસ્થિતિ કેવી હશે. જોકે, પિચને જોઈ લાગે છે કે સ્પિનરોને ફરી એકવાર ફાયદો થશે. સ્પિન ફ્રેન્ડલી પિચ પર ગુવાહાટીમાં ટોસ ચોક્કસથી મહત્વપૂર્ણ બની જશે.
એવા અહેવાલો છે કે શુભમન ગિલ ગુવાહાટી ટેસ્ટમાં રમશે નહીં, અને પંત તેની જગ્યાએ કેપ્ટનશીપ કરશે. જો પંતનું નસીબ સાથ આપશે, તો તે ટોસ જીત્યા પછી પહેલા બેટિંગ કરવા માંગશે. જો તે ટોસ હારી જાય તો ટીમ ઈન્ડિયા માટે મેચ જીતવી અત્યંત મુશ્કેલ બની શકે છે. આવતીકાલથી શરૂૂ થતા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેના બીજા ટેસ્ટ મેચમાં એક અનોખી ઘટના જોવા મળશે. સામાન્ય રીતે પહેલા લંચ બ્રેક પડતો હોય છે. પણ અહીં ટેસ્ટ મેચની શરૂૂઆત સવારમાં 9:00 વાગ્યામાં થતી હોય પહેલા ટી ટાઈમ પાડવાનું નક્કી થયું છે. એટલે સવારે 11 થી 11: 20 સુધી પહેલા ટી ટાઈમ રહેશે અને બપોરે 1:30 વાગ્યે લાંચ પડશે.