For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિશ્વમાં દેશનું નામ રોશન કરનાર સાક્ષી મલિકે આંસુભરી આંખે કુસ્તી છોડવાની જાહેરાત કરી

12:49 PM Dec 22, 2023 IST | Sejal barot
વિશ્વમાં દેશનું નામ રોશન કરનાર સાક્ષી મલિકે આંસુભરી આંખે કુસ્તી છોડવાની જાહેરાત કરી

ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર સાક્ષી મલિકે કુસ્તી છોડવાની જાહેરાત કરી છે. ગુરુવારે સાક્ષી મલિક સહિત ઘણા રેસલર્સે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન સાક્ષી મલિક રડી પડી હતી. સાક્ષી મલિકે કહ્યું, પહું એક વાત કહેવા માંગુ છું. લડાઈ લડી અને દિલથી લડી. પરંતુ જો પ્રમુખ પદે બ્રિજભૂષણ સિંહ જેવી વ્યક્તિ રહે છે, જે તેમના સાથી છે, તેમના બિઝનેસ પાર્ટનર છે, જો તેઓ આ ફેડરેશનમાં રહેશે તો હું મારી કુસ્તી છોડી દઈશ. આજ પછી હું ત્યાં ક્યારેય જોવા નહીં મળું. તમામ દેશવાસીઓનો આભાર કે જેમણે મને આજ સુધી સાથ આપ્યો છે અને મને આ સ્થાન સુધી પહોંચાડી છે.
દુનિયાભરમાં દેશનું નામ ગૌરવ અપાવનાર સાક્ષી મલિકે સંજય સિંહ ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ આ જાહેરાત કરી છે. સંજય સિંહ ભારતીય રેસલિંગ ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે. ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો હતો. આ પછી સાક્ષી મલિક, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયાના નેતૃત્વમાં ઘણા કુસ્તીબાજોએ લગભગ દોઢ મહિના સુધી જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું. આ પછી બ્રિજ ભૂષણ શરણ સિંહે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની કમિટીને ભંગ કરી દીધી. કોર્ટના હસ્તક્ષેપ બાદ ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં સંજય સિંહનો વિજય થયો હતો. વારાણસીના રહેવાસી સંજય સિંહે તેમની હરીફ અનિતા શિયોરાનને હરાવ્યા. સંજય સિંહ 2008થી રેસલિંગ સાથે જોડાયેલા છે. જ્યારે બ્રિજ ભૂષણ 2009માં યુપી રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બન્યા ત્યારે સંજય ઉપાધ્યક્ષ હતા.
સાક્ષી મલિક ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા રેસલર છે. તેણે 2016માં રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાક્ષીએ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિવાય તેણે એશિયન ચેમ્પિયનશિપ અને કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયનશિપમાં પણ મેડલ જીત્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement