For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુસ્તીમાં પરત ફરી શકે છે સાક્ષી મલિક, માતાનો સંકેત

12:42 PM Dec 25, 2023 IST | Sejal barot
કુસ્તીમાં પરત ફરી શકે છે સાક્ષી મલિક  માતાનો સંકેત

કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાની નવી ચૂંટાયેલી એક્ઝિક્યુટીવ કમિટીને કેન્દ્રીય રમત મંત્રાલયે સસ્પેન્ડ કરી દીધી છે. મંત્રાલયે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે ડબ્લ્યુએફઆઈએ હાલના નિયમો પ્રત્યે સંપૂર્ણ બેદરકારી દર્શાવી છે.
સાક્ષી મલિકની માતા સુદેશ મલિકે રમત મંત્રાલયના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
સાક્ષી મલિકની માતાએ કહ્યું, જ્યારે 21 ડિસેમ્બરે નવા પ્રમુખે કાર્યભાર સંભાળ્યો હતો, ત્યારે અમે તેને કુસ્તી માટે કાળો દિવસ ગણાવ્યો હતો. સાક્ષી મલિકની માતાએ જણાવ્યું હતું કે, જે રીતે ડબલ્યુએફઆઇની ચૂંટણી યોજાઇ હતી. આ બ્રિજ ભૂષણ પર હાવી થઈ જાત.
સંજય સિંઘે નેશનલ જુનિયર કુસ્તી ચેમ્પિયનશીપ ગોંડામાં યોજવાની જાહેરાત કર્યા બાદ સાક્ષીએ ફરી ભયની વાત કરી હતી. ચાલીસ દિવસ સુધી જે લડાઈ લડવામાં આવી તે બ્રિજ ભૂષણની કારોબારી સમિતિના વિસર્જનને લઈને લડવામાં આવી હતી. પોતાના ગ્રુપના સંજય સિંહ બનીને બ્રિજ ભૂષણ જે ઈચ્છતા હતા તે જ બની રહેત.
સાક્ષીની નિવૃત્તિ પર તેની માતાએ કહ્યું કે, જો નવા કારોબારીમાં સારા લોકો આવે અને કોઈ મહિલા અધ્યક્ષ બને તો સાક્ષી કુસ્તીમાં પાછી આવી શકે છે. સાથે જ નિષ્પક્ષ ચૂંટણીની વાત પણ કરવામાં આવી હતી. રાજ્યના તમામ કુસ્તી સંગઠનોને વિખેરી નાખવા જોઈએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement