For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓરેન્જ કેપમાં સાંઈ સુદર્શન અને પર્પલ કેપમાં પ્રસિધ્ધ કૃષ્ણા ટોચ પર

10:50 AM May 20, 2025 IST | Bhumika
ઓરેન્જ કેપમાં સાંઈ સુદર્શન અને પર્પલ કેપમાં પ્રસિધ્ધ કૃષ્ણા ટોચ પર

બન્ને ગુજરાત ટાઈટન્સનાં ખેલાડી, 60 મેચ પછીની સ્થિતિ

Advertisement

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 60મી મેચ પછી ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન છે. ઓરેન્જ કેપની રેસમાં ગુજરાત ટાઈટન્સનો જ સાંઈ સુદર્શન ટોચ પર છે, જ્યારે પર્પલ કેપની રેસમાં પણ ગુજરાત ટાઈટન્સનો ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણા પ્રથમ સ્થાને છે.

IPL2025ની 60મી મેચ પછી ઓરેન્જ કેપ પર સાંઈ સુદર્શનનો કબ્જો છે. તેને 12 મેચમાં 617 રન બનાવ્યા છે. આ સાથે જ શુભમન ગિલ પણ 12 મેચમાં 601 રન બનાવીને બીજા સ્થાને છે. યશસ્વી જયસ્વાલ 523 રન સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. IPL2025ની 60મી મેચ પછી પર્પલ કેપની રેસમાં હાલ પણ ટોચના સ્થાને ગુજરાત ટાઈટન્સનો પ્રસિદ્ધ કૃષ્ણા છે. જ્યારે ઈજઊંનો નૂર અહેમદ બીજા સ્થાને અને છઈઇનો જોશ હેઝલવુડ ત્રીજા સ્થાને છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement