For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સચિન તેંડુલકર અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગમાં જોડાયા

12:23 PM Oct 08, 2024 IST | admin
સચિન તેંડુલકર અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગમાં જોડાયા

આગામી પેઢીને માર્ગદર્શન અને કોચિંગ આપશે

Advertisement

સચિન તેન્ડુલકર અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ (ગઈક)ના માલિકી જૂથમાં જોડાયો છે અને આ પગલાથી આગામી વર્ષોમાં અમેરિકામાં ક્રિકેટને વેગ મળવાની અપેક્ષા છે. ક્રિકેટજગતના દિગ્ગજો આ ટુર્નામેન્ટ દરમ્યાન આગામી પેઢીના ખેલાડીઓને માર્ગદર્શન અને કોચિંગ આપશે.

સચિન પ્રારંભિક ગઈક ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ચેમ્પિયનશિપ ટ્રોફી આપશે. આ જાહેરાત બાદ સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે ક્રિકેટ મારા જીવનની સૌથી મોટી સફર રહી છે અને અમેરિકામાં રમતગમત માટે આવા રોમાંચક સમયે નેશનલ ક્રિકેટ લીગમાં જોડાઈને મને આનંદ થાય છે.

Advertisement

ગઈકનો ઉદ્દેશ વિશ્વકક્ષાના ક્રિકેટ માટે એક પ્લેટફોર્મ બનાવવાનો છે અને ક્રિકેટ-ફેન્સની નવી પેઢીને જોડાવા માટે પ્રેરિત કરવાનો છે. હું આ નવી પહેલનો ભાગ બનવા અને અમેરિકામાં ક્રિકેટના વિકાસને જાતે જ જોવા માટે ઉત્સુક છું.

Advertisement
Tags :
Advertisement
Advertisement