રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સા.આફ્રિકાએ ભારતને આઠ વિકેટે હરાવ્યું, શ્રેણી જીવંત

01:38 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

દક્ષિણ આફ્રિકાએ બીજી વનડેમાં ભારતીય ટીમને 8 વિકેટે હરાવ્યું.ટીમ ઈન્ડિયાએ પ્રથમ વનડે શાનદાર રીતે જીતી હતી અને બીજી મેચ એટલી જ ખરાબ સ્થિતિમાં હારી હતી.ટોની ડી જ્યોર્જીએ આફ્રિકા માટે 119 રનની ઇનિંગ રમીને મેચને જીતાડી હતી.દક્ષિણ આફ્રિકાએ પહેલા બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પછી બેટિંગમાં તાકાત બતાવી અને મેચ એકતરફી જીતી લીધી.
આ જીત સાથે આફ્રિકાએ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 46.2 ઓવરમાં 211 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.ત્યારબાદ સાઉથ આફ્રિકાએ ટાર્ગેટનો પીછો કરવા ઉતરી અને 42.3 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો. આફ્રિકા તરફથી ટોની ઉપરાંત રીઝા હેન્ડ્રીક્સે 52 રનની ઇનિંગ રમી હતી.ટોની અને હેન્ડ્રીક્સ વચ્ચે પ્રથમ વિકેટ માટે 130 રનની ભાગીદારી થઈ હતી.સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રોટીઝ ટીમના બોલરોએ કેપ્ટન એડન માર્કરામના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને ટીમ ઈન્ડિયાને 211 રનમાં સમેટી દીધી. ભારત માટે બીજી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહેલા સાઈ સુદર્શને 62 રનની સૌથી મોટી ઈનિંગ રમી જેમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.આ સિવાય કેપ્ટન કેએલ રાહુલે 7 ફોર ફટકારીને 56 રન બનાવ્યા હતા.આ સિવાય ભારતીય ટીમના તમામ બેટ્સમેનો નિષ્ફળ સાબિત થયા હતા.આ દરમિયાન આફ્રિકાના નાન્દ્રે બર્જરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.

Advertisement

Tags :
aliveeightSA beat India byserieswickets
Advertisement
Next Article
Advertisement