રોહિત-વિરાટ 2027નો ODI વર્લ્ડ કપ રમવા માટે ફિટ: કોચ મોર્કેલ
ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલ માને છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 ના ઘઉઈં વર્લ્ડ કપમાં રમવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. મોર્કેલનું આ નિવેદન 30 નવેમ્બરે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ઓડીઆઇ પહેલા આવ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ત્રણ મેચની ઓડીઆઇ શ્રેણી રમાશે.
મોર્ને મોર્કેલે કહ્યું, વર્લ્ડ કપ હજુ ઘણો દૂર છે. તેઓ બંને ઉત્તમ ક્રિકેટર છે. જ્યાં સુધી તેઓ સખત મહેનત કરે છે અને પોતાની ફિટનેસ જાળવી રાખે છે, ત્યાં સુધી તેઓ ચોક્કસપણે રમી શકે છે. મેં હંમેશા અનુભવમાં વિશ્વાસ રાખ્યો છે, અને તમને આ પ્રકારનો અનુભવ બીજે ક્યાંય મળી શકતો નથી. તેઓએ અસંખ્ય ટ્રોફી જીતી છે અને મોટી ટુર્નામેન્ટમાં કેવી રીતે રમવું તે જાણે છે. તેથી, તેઓ ચોક્કસપણે વર્લ્ડ કપમાં રમી શકે છે.
સ્ત્રસ્ત્ર મોર્કેલે એ પણ ખુલાસો કર્યો કે તે પોતે રોહિત અને વિરાટ સામે રમ્યો છે. મોર્કેલે કહ્યું, તેમની સામે બોલિંગ કર્યા પછી મને ઘણીવાર ઊંઘ આવતી ન હતી. એક બોલર તરીકે, હું જાણું છું કે તેમની સામે રમવા માટે કેટલી પ્રેક્ટિસની જરૂૂર છે. હું 2027 વર્લ્ડ કપમાં રોહિત અને વિરાટને રમવાનું સમર્થન કરું છું.