For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પહોંચતા જ રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા

04:02 PM Feb 12, 2025 IST | Bhumika
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પહોંચતા જ રોહિત શર્માની આંખોમાં આંસુ આવી ગયા

Advertisement

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ માટે ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચતા જ 2023 વર્લ્ડ કપની ફાઇનલમાં મળેલી હારને રોહિત શર્મા હજુ સુધી ભૂલી શક્યો નથી અને જેવો તેણે ટીમ ઇન્ડિયા સાથે અમદાવાદની ધરતી પર પગ રાખ્યો કે, તેની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. સૂત્રોનું માનીએ તો રોહિત શર્મા આમ પણ ખૂબ ઇમોશનલ વ્યક્તિ છે, જે હંમેશા જોવા પણ મળે છે.

સૂત્રો અનુસાર રોહિત એકલો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગયો અને કલાકો સુધી ફ્લેશબેકમાં જઈને તે ક્ષણોને યાદ કરી હતી.

Advertisement

રોહિત ભલે પોતાની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીતી ચૂક્યો હોય પણ 19 નવેમ્બર 2023ની તારીખ, તેને સંબંધિત તસવીરો અને તેની તાસીરને પોતાના દિલમાં લઈને ફરે છે. વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં જે મેચ શરૂૂ થતા પહેલા જ ભારતની જીત નક્કી માનવામાં આવી રહી હતી, પરંતુ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતુ. આખા વર્લ્ડ કપમાં એક પણ મેચ ન હારનાર ભારતીય ટીમ ફાઇનલમાં હારી ગઈ.

પોતાના ફેન્સ, પોતાના મેદાન અને પોતાનાઓ સામે હારનું દુ:ખ શું હોય છે તે રોહિતથી વધુ સારી રીતે કોઈ જણાવી શકે નહીં. જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે સિરીઝની છેલ્લી મેચ રમવાની છે તે મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ભારતને વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવ્યું. સતત 10 જીત બાદ ફાઇનલમાં મળેલી હાર કેપ્ટન રોહિત શર્મા સહન કરી શક્યો નહીં. તે મેચ પૂરી થતા જ ડ્રેસિંગ રૂૂમમાં ગયો અને બાળકની જેમ રડવા લાગ્યો. એટલા માટે જ રોહિત આશરે એક વર્ષ પછી પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચતા જ પોતાને રોકી શક્યો નહીં અને તેની આંખો ભીની થઇ ગઇ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement