રોહિત શર્માનું બોડી ટ્રાન્સફોર્મેશન, 3 માસમાં 11 કિલો વજન ઘટાડ્યું
આ વર્ષે માર્ચ મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્માએ ઓસ્ટ્રેલીયા સામેની ODI માં કમબેક કર્યું, પણ તેણે ચાહકોને નિરાશ કર્યા. રોહિત ફક્ત 8 રન બનાવીને આઉટ થયો. સોશિયલ મીડિયા પર રોહિતના બોડી ટ્રાંસફોર્મેશનની ચર્ચા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી પહેલા તેણે લગભગ 11 કિલોગ્રામ વજન ઘટાડ્યું હતું. તેણે જીમમાં સઘન તાલીમ લીધી હતી.
આ વર્ષે પરિવાર સાથે વેકેશનથી પરત ફર્યા બાદ રોહિત શર્માનો વજન ખુબ વધી ગયેલો દેખાયો હતો, જેને કારણે તેની ફિટનેસ પર સવાલો ઉભા થયા હતાં. ત્યાર બાદ તેણે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર સાથે સખત ટ્રેનીંગ શરુ કરી હતી.
બોડીબિલ્ડરની જેમ તાલીમ લીધી, તે દરરોજ મસલ ગ્રુપ દીઠ 700-800 રેપ્સ કરતો. ત્રણ મહિના સુધી તે દિવસમાં ત્રણ કલાક ટ્રેનીંગ કરતો. ત્યાર બાદ તે તેની ક્રિકેટ સ્કીલ પર ધ્યાન આપતો. અભિષેક નાયરે કહ્યું, ઘણા લોકોને આ જોઈને આશ્ચર્ય થશે. રોહિત દરરોજ ચેસ્ટ અને ટ્રાઇસેપ્સના 800 રેપ્સ કરતો. અમે દરેક સેશનને અંતે લગભગ 15 થી 20 મિનિટ ક્રોસ-ફિટ કરતો, જે વધુ કાર્ડિયો અને મૂવમેન્ટ-બેઝ્ડ છે.
ટ્રેનીંગ સાથે રોહિતે ડાયટનું કડક રીતે પાલન કર્યું. રોહિતે તેના ફેવરીટ વડાપાંઉથી દુર રહ્યો હતો. અભિષેક નાયરે જણાવ્યું કે 11 કિલોગ્રામ વજન ઘટાડ્યા પછી, રોહિતની ક્વિક્નેસ અને સ્પિડમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો
