શિખર ધવનના સ્થાને રોહિત શર્મા બનશે પંજાબ કિંગ્સના કેપ્ટન?
ટીમની માલિક પ્રીતિ ઝિન્ટા રોહિતને સામેલ કરવા આતુર
ભારતીય ક્રિકેટ ટીમનો ટી20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા આ દિવસોમાં આરામ કરી રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 સીઝન પહેલા, રોહિત શર્માને તેની આઇપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. જે બાદ રોહિત શર્માએ નારાજગીના કારણે મુંબઈ ઈન્ડિયન્સ છોડવાનો નિર્ણય લીધો હતો.
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન આ વર્ષની મેગા ઓક્શન પહેલા પંજાબ કિંગ્સ સાથે જોડાઈ શકે છે અને ટીમની માલિક પ્રીતિ ઝિન્ટા તેને પોતાની ટીમની કેપ્ટનશિપ સોંપી શકે છે. આ પહેલા પણ પ્રીતિ ઝિન્ટાએ રોહિત શર્માને પોતાની ટીમમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પ્રીતિ ઝિંટાએ રોહિત શર્મા વિશે કહ્યું હતું કે જો તે હરાજીમાં આવે છે તો અમે તેને અમારી ટીમમાં સામેલ કરવાનો પૂરો પ્રયાસ કરીશું કારણ કે અમારી ટીમ ઘણી સારી છે અને અમને ફક્ત એક કેપ્ટનની જરૂૂર છે.
શિખર ધવન ઇન્ડિયન પ્રીમિયર લીગમાં છેલ્લા કેટલાક સિઝનથી પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. થોડા વર્ષો પહેલા, શિખર ધવન અને રોહિત શર્મા ભારત માટે એકસાથે ઇનિંગ્સની શરૂૂઆત કરી રહ્યા હતા. જો કે હાલમાં ડાબોડી ઓપનર બેટ્સમેન શિખર ધવન ટીમ ઈન્ડિયાની બહાર છે. શિખર છેલ્લી બે આઈપીએલ સિઝન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને આવી સ્થિતિમાં ટીમને વાઈસ-કેપ્ટન પર નિર્ભર રહેવું પડ્યું હતું. આ રીતે શિખર ધવન તેના મિત્ર રોહિત શર્મા માટે અને તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને પંજાબ કિંગ્સની કેપ્ટન્સી છોડી શકે છે.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના ડાબા હાથના વિસ્ફોટક બેટ્સમેન શિખર ધવન ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં પંજાબ કિંગ્સ માટે ઈનિંગ્સની શરૂૂઆત કરી શકે છે. બંને ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ ટીમ માટે લાંબા સમયથી ઓપનિંગ કર્યું છે. આવી સ્થિતિમાં, ક્રિકેટ ચાહકોને ફરી એકવાર એકસાથે ઇનિંગ્સની શરૂૂઆત કરતા જોવાનો આનંદદાયક અનુભવ હશે. બંને એક જ ટીમમાં હોવાથી પંજાબ કિંગ્સની ફેન ફોલોઈંગ પણ વધવાની ખાતરી છે.