હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં રોહિત શર્મા નહીં રમે? MIમાં ધરખમ ફેરફાર થશે
આઈપીએલ-2025 માટે મેગા ઓક્શનનું કાઉન્ટ ડાઉન શરૂ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2024)માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ. હવે આઈપીએલની દરેક ટીમની નજર 2025ની સિઝન પર છે. આઈપીએલ 2025 માટે મેગા ઑક્શન થશે. જેના માટે મુંબઈ ઈન્ડિયન્સ પોતાની ટીમમાં ધરખમ ફેરફાર કરી શકે છે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ વતી રમે છે કે કેમ? જો કે હાર્દિક પંડ્યા ટીમના સુકાની તરીકે જળવાઈ રહેશે.
રોહિત શર્માની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયાએ 2024નો વર્લ્ડકપ જીત્યો હતો. હવે રોહિત શર્મા આઈપીએલમાં પણ ટીમનું સુકાન સંભાળવા ઈચ્છશે, પરંતુ હજુ સુધી કંઈ ટીમ તે નક્કી નથી. જો કે એવું મનાઈ રહ્યું છે કે, રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સને છોડીને આઈપીએલ 2025ના મેગા ઑક્સનમાં ભાગ લઈ શકે છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂકી છે. એવામાં જો રોહિત મેગા ઓક્શનમાં સામેલ થશે તો તેની ખૂબ જ ડિમાન્ડ રહી શકે છે.
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ વતી રમતો જોવા મળી શકે છે. રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને વિશ્વ વિજેતા બનાવ્યા બાદ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. જે બાદ સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. આથી સૂર્યકુમાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જ જળવાઈ રહેવાનો નિર્ણય લઈ શકે છે.
હવે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને બુમરાહ જેવા ટોચના ખેલાડીઓને 15 કરોડ કે તેથી વધુ રૂૂપિયાની ચૂકવણી કરવી મુશ્કેલ થઈ પડશે. મેગા ઑક્શન પહેલા જ મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ જસપ્રિત બુમરાહને રિલીઝ કરી શકે છે. એવામાં જ બુમરાહ ઑક્શનનો ભાગ બનશે તો અન્ય ટીમો તેને લેવા માટે ઊંચી બોલી લગાવી શકે છે.