ડ્રેસિંગ રૂમનું કલ્ચર ન બગડે તે માટે રોહિત શર્માને સુકાનીપદેથી દૂર રખાયો
BCCIએ આ વાત પર નિર્ણય કર્યાનો અહેવાલ
આ મહિનાના અંતે શરુ થનારી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ ODI મેચની સિરીઝ માટે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયાએ શનિવારે ભારતીય ટીમની જાહેરાત કરી હતી, આ દરમિયાન જાહેર કરવામાં આવ્યું કે આ સિરીઝમાં ટીમની કેપ્ટનશીપ રોહિત શર્મા નહીં પણ શુભમન ગિલ કરશે.બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજિત અગરકરના મત મુજબ ત્રણેય ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન રાખવા વ્યવહારિક રીતે અશક્ય છે.
એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડ ઇચ્છતું ન હતું કે ટીમના કલ્ચરને ખલેલ પહોંચે, એટલે રોહિત પાસેથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી.
ટી 20 ફોર્મેટમાં ટીમની આગેવાની સૂર્ય કુમાર યાદવ કરી રહ્યો છે. ટેસ્ટ બાદ હવે હવે ODI ટીમની કેપ્ટનશીપ હવે શુભમન ગીલને સોંપવામાં આવી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયામાં યુવા ખેલાડી ગિલની કેપ્ટનશીપ હેઠળ રમશે.એક અહેવાલ મુજબ સિલેક્ટર્સ ઇચ્છતા ન હતા કે ODI ટીમના ડ્રેસિંગ રૂૂમાં રોહિત ખેલાડીઓ પર પોતાના મંતવ્યો થોપે, BCCI ને ડર છે કે તેનાથી ટીમના કલ્ચર પર નકારાત્મક અસર પડી શકે છે.
અહેવાલ મુજબ રોહિત શર્મા દિગ્ગજ ખેલાડી છે, જે તે કેપ્ટન રહેશે તો ડ્રેસિંગ રૂૂમમાં તેના મંતવ્યો ખેલાડીઓ પર અસર કરી શકે છે, જે અન્ય ફોર્મેટમાં પણ રમવાના છે. રોહિત ફક્ત વનડેમાં જ રમી રહ્યો છે, આ ફોર્મેટની મેચ પણ ઓછી રમાય છે, જેથી ટીમના કલ્ચરને ખલેલ પહોંચાડી શકે છે.