રોહિત શર્મા જ રહેશે ODI ટીમનો કેપ્ટન: BCCI
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી ચેમ્પિયન ટ્રોફી પહેલાં રમાશે
છેલ્લા ઘણા દિવસોથી રોહિત શર્માના ભવિષ્ય વિશે ઘણી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે એ નક્કી થઈ ગયું છે કે રોહિત વનડે ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ જાહેરાત કરી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી માટે ટીમની જાહેરાત ત્યારબાદ રોહિત અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકર પ્રેસ કોન્ફરન્સ કરશે.
બીસીસીઆઈએ પુષ્ટિ આપી છે કે રોહિત કેપ્ટન તરીકે પ્રેસ કોન્ફરન્સમાં બેસશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા, ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાશે, જેની મેચો પાકિસ્તાન અને દુબઈમાં યોજાશે. ભારત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શરૂૂઆત કરશે.
રોહિતને તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી મેચમાં પ્લેઇંગ-11માંથી બહાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેના ભવિષ્ય વિશે અટકળો શરૂૂ થઈ ગઈ હતી. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે આનો નિવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. 37 વર્ષીય રોહિત છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ કરી રહ્યો છે. તેના નેતૃત્વમાં, ભારતે ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 0-3થી હારી ગઈ. આ પછી, ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતને 3-1થી હરાવ્યું. ન્યુઝીલેન્ડ સામેની છ ઇનિંગ્સમાં, રોહિતે 15.16 ની સરેરાશથી 91 રન બનાવ્યા હતા, જ્યારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં, રોહિતની પાંચ ઇનિંગ્સમાં સરેરાશ 6.20 હતી.