For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રિષભ પંતની નવી ગર્લફેન્ડ ઈશા નેગી ઈન્ટિરિયર ડિઝાઈનર

02:13 PM Feb 10, 2025 IST | Bhumika
રિષભ પંતની નવી ગર્લફેન્ડ ઈશા નેગી ઈન્ટિરિયર ડિઝાઈનર

ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ, સાહિત્ય અને ફિલોસોફીમાં રસ

Advertisement

આ સિવાય જો ઋષભ પંતના અંગત જીવનની વાત કરીએ તો તેની ગર્લફ્રેન્ડ ઈશા નેગી ઈશા દેહરાદૂનની રહેવાસી છે અને વ્યવસાયે આંત્રપ્રિન્યોર અને ઈન્ટિરિયર ડિઝાઈનર છે. ઈશા નેગીએ પોતાનું સ્કૂલિંગ કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી, દેહરાદૂન અને કોલેજ નોઈડાની એમિટી યુનિવર્સિટીમાંથી કર્યું છે. તે ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના લાખો ફોલોઅર્સ છે. ઈશા નેગીને સાહિત્ય અને ફિલોસોફીમાં ખૂબ જ રસ છે.

વર્ષ 2020ની શરૂૂઆતમાં ઋષભ પંતે ઈશા નેગી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ પંતે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ઋષભ પંતનું નામ બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા સાથે પણ જોડાયું છે.

Advertisement

વર્ષ 2019 માં, ઋષભ પંત અને ઉર્વશી રૌતેલા જુહુની એસ્ટેલા હોટેલમાં મોડી રાત્રે ડિનર ડેટ પર જતા જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમના સંબંધોના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ પછી સમાચાર આવ્યા કે ઉર્વશી અને ઋષભ પંત અલગ થઈ ગયા અને પંતે ઉર્વશીને વોટ્સએપ પર બ્લોક કરી દીધી. ખરેખર, તે સમયે ઋષભ પંતને શ્રીલંકા સામે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં તક મળી ન હતી. તે જ સમયે, તે મેદાન પર પણ ખરાબ ફોર્મમાં હતો. જેને લઈને તે પણ ચિંતિત હતો. એવી અટકળો ચાલી રહી હતી કે આ તણાવને કારણે ઋષભ પંતે ઉર્વશી રૌતેલાને વોટ્સએપ પર બ્લોક કરી દીધા હતા. રિષભ પંત હાલમાં ઈશા નેગી સાથે રિલેશનશિપમાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement