For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિરાટ કોહલીની જેમ 18 નંબરની જર્સી પહેરી રિષભ પંતનું કમબેક

10:41 AM Oct 31, 2025 IST | admin
વિરાટ કોહલીની જેમ 18 નંબરની જર્સી પહેરી રિષભ પંતનું કમબેક

બેંગલુરુમાં રમાઇ રહી છે દ.આફ્રિકા ‘અ’ સામેની શ્રેણી

Advertisement

ઈજામાંથી સ્વસ્થ થયા બાદ રિષભ પંત મેદાનમાં પાછો ફર્યો છે. તે દક્ષિણ આફ્રિકા A સામે બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારત અ ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. આ મેચ બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાઈ રહી છે. રિષભ પંતે તેની કમબેક મેચમાં બધાની ધ્યાન ખેંચ્યું હતું કારણકે તે 18 નંબરની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યો હતો.

તે 18 નંબરની જર્સી પહેરી મેદાનમાં ઉતર્યો છે. ભારતીય ક્રિકેટમાં જર્સી નંબર 18 નું વિરાટ કોહલી સાથે કનેક્શન છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલી જર્સી નંબર 18 પહેરીને જ રમે છે. કોહલી હવે ટેસ્ટ અને ઝ20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આ વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રિષભ પંતને ઈજા થઈ હતી. તેને પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ત્રણ મહિના માટે ક્રિકેટથી દુર થઈ ગયો હતો. હવે ઓક્ટોબરમાં તે મેદાનમાં પાછો ફર્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement