રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઇ કરી
10:36 AM Jan 18, 2025 IST | Bhumika
રિંકુની મંગેતર 25 વર્ષની વયે સાંસદ બની હતી
Advertisement
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન રિંકુ સિંહે યુપી સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી. પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીના સાંસદ છે. આ ડાબોડી બેટ્સમેન છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને હવે આ ખેલાડી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. રિંકુ સિંહની મંગેતર વિશે વાત કરીએ તો, તે માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બની હતી. પ્રિયા સરોજ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂકી છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પ્રિયા સરોજે ભાજપના દિગ્ગજ નેતા બી.પી. સરોજને હરાવીને લોકસભામાં પ્રવેશ કર્યો. પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજ પણ મછલીશહર લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે 1999, 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીતી હતી.
Advertisement
Advertisement