નિવૃત્તિબાદ રવિન્દ્ર જાડેજા ODIમાંથી પણ બહાર
યુવા ખેલાડીઓને તક આપવા BCCIનો નિર્ણય
ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં ટી20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને આ ટૂર્નામેન્ટમાં તેનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. ટી20 વર્લ્ડ કપના વિજેતા બન્યા બાદ રવિન્દ્ર જાડેજાએ ટી20 કરિયરમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. હવે રવિન્દ્ર જાડેજા સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટી20 ક્રિકેટમાંથી બહાર થયા બાદ મેનેજમેન્ટે તેને ઓડીઆઇ ક્રિકેટમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે. ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક રવિન્દ્ર જાડેજા વિશે એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે હવે બીસીસીસીઆઇ મેનેજમેન્ટ દ્વારા તેમને ઓડીઆઇ ક્રિકેટમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો હવે મેનેજમેન્ટ તેના સ્થાને યુવા ઓલરાઉન્ડર અક્ષર પટેલને તક આપી શકે છે. યુવા ખેલાડીઓને તક આપવાને કારણે મેનેજમેન્ટ દ્વારા તેમને બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયાને જુલાઈના અંતિમ સપ્તાહમાં શ્રીલંકાના પ્રવાસે જવાનું છે અને આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાએ વનડે અને ટી-20 શ્રેણી રમવાની છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મેનેજમેન્ટ ટી20 સિરીઝમાં યુવા ખેલાડીઓને તક આપશે.