For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એશિયા કપમાંથી ખસી જવાના અહેવાલો પાયાવિહોણા: BCCI

10:46 AM May 20, 2025 IST | Bhumika
એશિયા કપમાંથી ખસી જવાના અહેવાલો પાયાવિહોણા  bcci

Advertisement

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગઇકાલે એશિયા કપમાંથી ખસી જવાના મીડિયાના અહેવાલોને જોરદાર રીતે ફગાવી દીધા છે. બોર્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ભારત આગામી એશિયા કપ અને મહિલા ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપ - બંને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ્સમાં ચોક્કસપણે ભાગ લેશે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ અંગે નિવેદન આપતા કહ્યું કે આ પ્રકારના સમાચાર તદ્દન સત્યથી દૂર છે અને તેમાં કોઈ તથ્ય નથી.

Advertisement

સૈકિયાએ ભારપૂર્વક જણાવ્યું કે BCCIએ ACCની કોઈપણ ઇવેન્ટ્સ અંગે કોઈ ચર્ચા પણ કરી નથી અને આવા કોઈ પગલાં લેવાનો તો દૂરની વાત છે, ACCને આ અંગે કંઈ પણ લખવામાં આવ્યું નથી. તેમણે ઉમેર્યું કે હાલમાં બોર્ડનું મુખ્ય ધ્યાન ચાલી રહેલી ધમાકેદાર ઈંઙક અને ત્યારબાદ યોજાનારી ઇંગ્લેન્ડ સામેની પુરુષો અને મહિલાઓની સિરીઝ પર કેન્દ્રિત છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement