હેન્ડશેક મામલે રેફરી પાયક્રોફટે પાકિસ્તાનની માફી માગી નથી
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ફરી એકવાર પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. એશિયા કપમાં પાકિસ્તાન અને ઞઅઊ વચ્ચે ડ્રામા બાદ જ્યારે મેચ શરૂૂ થયો તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ એક જુઠ્ઠાણું ફેલાવ્યું. પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યો કે, મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે માફી માંગી લીધી. જ્યારબાદ પાકિસ્તાન મેચ રમવા માટે સંમત થયું છે. જો કે, ICCએ સ્પષ્ટતા કરી કે, રેફરીએ માફી તો માંગી છે, પરંતુ તેમની માફી હેન્ડશેક વિવાદને લઈ નહોતી.
ICCએ સ્પષ્ટપણે જણાવ્યું કે, મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે માફી માંગી જરૂૂર છે, પરંતુ તે માફી તેમણે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બન્ને ટીમો વચ્ચે થયેલ મિસ કમ્યુનિકેશન માટે માફી માંગી છે, પરંતુ હેન્ડશેક વિવાદમાં તેમની ભૂલ માટે નહીં. નોંધનીય છે કે, PCBની ફરિયાદ બાદ ICCએ અગાઉ રેફરી એન્ડી પાયક્રોફ્ટને ક્લીનચીટ આપી હતી. આવી સ્થિતિમાં ICCએ સ્પષ્ટતા કરી કે, હેન્ડશેક વિવાદ પર રેફરીના માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો.
PCBએ પોતાની આબરૂૂ બચાવવા માટે મીડિયામાં જુઠ્ઠાણું ફેલાવ્યું કે, મેચ રેફરીએ માફી માંગી લીધી છે. જ્યારબાદ પાકિસ્તાની ટીમ UAE સામે મેચ રમવા માટે સંમત થઈ.
પાકિસ્તાન ક્રિકેટ અને પાઇક્રોફ્ટ વચ્ચે વર્ષોથી ગજગ્રાહ છે. પાકિસ્તાનીઓ પાઇક્રોફ્ટને એક નંબરના દુશ્મન ગણે છે. ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ઍન્ડી પાઇક્રોફ્ટ સાથે પાકિસ્તાનની બહુ જૂની દુશ્મની છે. થોડા વર્ષો પહેલાં ઍન્ડી પાઇક્રોફ્ટ મેચ-રેફરી હતા ત્યારે તેમણે મોહમ્મદ હાફીઝ અને સઈદ અજમલની બોલિંગ ઍક્શનને ગેરકાયદેસર જાહેર કરી હતી. ત્યારે આ બન્ને પાકિસ્તાની બોલરનું ચકિંગનું પ્રકરણ ખૂબ ચગ્યું હતું. પાઇક્રોફ્ટ 500થી વધુ આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયર તેમ જ મેચ-રેફરી રહી ચૂક્રયા છે.