For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

18 વર્ષના દુષ્કાળનો અંત, RCBનો "વિરાટ” વિજય

11:11 AM Jun 04, 2025 IST | Bhumika
18 વર્ષના દુષ્કાળનો અંત  rcbનો  વિરાટ” વિજય

Advertisement

"આ વર્ષ કપ અમારો” RCBનો વિજય મંત્ર સાકાર, IPLને મળી આઠમી વિજેતા ટીમ

શ્રેયસ ઐયરને યશ ન મળ્યો, અર્શદીપે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી, મોદી સ્ટેડિયમમાં છેલ્લી ઘડી સુધી રોમાંચક મેચ

Advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં RCB એ પંજાબને 6 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા RCB એ 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ સાત વિકેટે 184 રન જ બનાવી શકી હતી. RCB IPL ચેમ્પિયન બનનારી આઠમી ટીમ છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, ડેક્કન ચાર્જર્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો ચેમ્પિયન બની ચૂકી છે.

191 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમની શરૂૂઆત સારી રહી હતી. પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે 43 રનની ભાગીદારી નોંધાવી. પ્રિયાંશ 24 રન બનાવ્યા બાદ હેઝલવુડના બોલ પર આઉટ થયો. ત્યારબાદ પ્રભસિમરન સિંહ 22 બોલમાં 26 રન બનાવીને આઉટ થયો. શ્રેયસ ઐયરનું બેટ ફાઈનલમાં કામ ન આવ્યું. તે એક રન બનાવ્યા બાદ આઉટ થયો. જોશ ઈંગ્લિસે સારી બેટિંગ કરી, પરંતુ 23 બોલમાં એક ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 39 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. નેહલ વાઢેરા 15 રન બનાવીને અને માર્કસ સ્ટોઈનિસ છ રન બનાવીને આઉટ થયો. અઝમતુલ્લાહ ઓમરઝાઈ માત્ર એક રન બનાવી શક્યો. શશાંકે 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 61 રનની ઇનિંગ રમી, પરંતુ તે જીત માટે પૂરતી નહોતી. બેંગ્લોર માટે ભુવનેશ્વર કુમાર અને કૃણાલ પંડ્યાએ બે-બે વિકેટ લીધી. દરમિયાન, યશ દયાલ, જોશ હેઝલવુડ અને રોમારિયો શેફર્ડને એક-એક વિકેટ મળી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતર્યા બાદ બેંગ્લોરની શરૂૂઆત ખરાબ રહી હતી. ફિલ સોલ્ટ નવ બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 16 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. તેને જેમિસન દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. આ પછી, વિરાટ કોહલીએ મયંક અગ્રવાલ સાથે ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ મયંક મોટા શોટનો પીછો કરતા આઉટ થયો. તે 18 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન બનાવ્યા બાદ આઉટ થયો.

આ પછી, રજત પાટીદાર 16 બોલમાં 26 રન બનાવીને પેવેલિયન ગયો. વિરાટે લિવિંગસ્ટોન સાથે 36 રનની ભાગીદારી કરી. વિરાટ 35 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 43 રન બનાવીને અઝમતુલ્લાહનો શિકાર બન્યો. જીતેશ શર્માએ જ્વલંત ઇનિંગ રમી, પરંતુ મોટા શોટનો પીછો કરતા તે વિજયકુમાર દ્વારા બોલ્ડ થયો. જીતેશે 10 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 24 રનની ઇનિંગ રમી. અર્શદીપે છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ લીધી. તેણે 20મી ઓવરના બીજા બોલ પર રોમારિયો શેફર્ડ (17 રન), ચોથા બોલ પર કૃણાલ પંડ્યા (4 રન) અને ભુવનેશ્વર કુમાર (1 રન)ની વિકેટ લીધી. પંજાબ તરફથી અર્શદીપ અને જેમિસને ત્રણ-ત્રણ વિકેટ લીધી. જ્યારે અઝમતુલ્લાહ ઓમરઝાઈ, વિજયકુમાર વિશાક અને યુઝવેન્દ્ર ચહલને એક-એક વિકેટ મળી.

અનુષ્કાને ભેટીને વિરાટ રડી પડયો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL ફાઇનલમાં ઇતિહાસ રચાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે 18 વર્ષમાં પહેલીવાર IPLનો ખિતાબ જીત્યો. ટાઇટલ જીત્યા બાદ વિરાટ કોહલી રડવા લાગ્યો. તેણે તેની પત્ની અનુષ્કા શર્માને ગળે લગાવી અને ખૂબ રડ્યો હતો. 18 વર્ષ પછી IPL ટ્રોફી જીત્યા બાદ, વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્માને ગળે લગાવીને રડતો જોવા મળ્યો હતો. અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને જીત માટે અભિનંદન આપ્યા અને લાંબા સમય સુધી તેને ગળે લગાવ્યો. વિરાટ કોહલીએ અનુષ્કાના કપાળ પર ચુંબન કર્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement