For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

RCBને ઝટકો: માર્કેટિંગ હેડની વચગાળાની જામીન અરજી રદ

11:41 AM Jun 11, 2025 IST | Bhumika
rcbને ઝટકો  માર્કેટિંગ હેડની વચગાળાની જામીન અરજી રદ

Advertisement

4 જૂને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં 11 લોકોના મોતના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને મોટો ફટકો આપ્યો છે. હાઈકોર્ટે RCB માર્કેટિંગ હેડ નિખિલ સોસલેને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે હાલમાં તેમની વચગાળાની જામીનની માંગણી ફગાવી દીધી છે અને તેમની ધરપકડની માન્યતા પર 11 જૂન સુધી નિર્ણય અનામત રાખ્યો છે.

સોસલેની 6 જૂનની સવારે દુબઈ જવા માટે કેમ્પેગૌડા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ધરપકડ કરવામાં આવી હતી. તેમણે તેમની ધરપકડ અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમણે કહ્યું છે કે આ સમગ્ર કાર્યવાહી રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી છે. સોસલેના વકીલ એસ. ચોટાએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની ધરપકડ પ્રક્રિયાઓની વિરુદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે કેસની તપાસ પહેલાથી જ CID ને સોંપવામાં આવી હતી, પરંતુ ઈઈઇ (સિટી સેન્ટ્રલ બ્રાન્ચ) એ અચાનક હસ્તક્ષેપ કરીને તેમની ધરપકડ કરી હતી. જસ્ટિસ કૃષ્ણ કુમારે પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે કેસ CID ને સોંપવામાં આવ્યો હતો, તો પછી અચાનક CCB એ હસ્તક્ષેપ કરીને ધરપકડ કેમ કરી?

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement