For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેકોર્ડ ચેઝની સાથે RCBને મળી પહેલાં કવોલિફાયરની ટિકિટ

10:51 AM May 28, 2025 IST | Bhumika
રેકોર્ડ ચેઝની સાથે rcbને મળી પહેલાં કવોલિફાયરની ટિકિટ

Advertisement

RCBએ IPL 2025ના પહેલા ક્વોલિફાયરમાં પોતાની જગ્યા બુક કરાવી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ઈકાના સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. લખનઉએ પ્રથમ બેટિંગ કરતા કેપ્ટન ઋષભ પંતની સદીની ઇનિંગની મદદથી સ્કોરબોર્ડ પર 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા. જોકે, RCBએ 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું.

કિંગ કોહલીએ ટીમ માટે શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. આ દરમિયાન મયંક અગ્રવાલ અને જીતેશ શર્માએ અણનમ સદીની ભાગીદારી કરીને RCBને રેકોર્ડ જીત અપાવી. આ IPL ના ઇતિહાસમાં RCBનો સૌથી મોટો રન ચેઝ છે. હવે આરસીબી પ્રથમ ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે. જ્યારે એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સાથે થશે.

Advertisement

228 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીને ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ ઝડપી શરૂૂઆત આપી હતી. બંનેએ મળીને પ્રથમ વિકેટ માટે 5.4 ઓવરમાં 61 રન ઉમેર્યા. સોલ્ટ 19 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, કિંગ કોહલીએ ફરી એકવાર બેટથી તબાહી મચાવી અને 30 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી. કોહલીએ તેની ઇનિંગ દરમિયાન 10 ચોગ્ગા ફટકાર્યા. કેપ્ટન રજત પાટીદાર કંઈ ખાસ કરી શક્યો નહીં અને માત્ર 14 રન બનાવીને આઉટ થયો. લિયામ લિવિંગસ્ટોન ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો.

90 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવ્યા બાદ RCBએક સમયે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. આ પછી કિંગ કોહલી પણ પેવેલિયન પાછો ફર્યો. જોકે, મયંક અગ્રવાલ અને જીતેશ શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બાજી સંભાળી અને અણનમ સદીની ભાગીદારી નોંધાવી. મયંકે 23 બોલમાં 41 રનની શક્તિશાળી ઇનિંગ રમી. તો જીતેશ શર્માએ શાનદાર બેટિંગ કરતા માત્ર 33 બોલમાં 85 રનની યાદગાર ઇનિંગ રમી. જીતેશે એક શક્તિશાળી સિક્સર ફટકારીને RCBને પ્રથમ ક્વોલિફાયર માટે ટિકિટ અપાવી. RCBએ IPL ના ઇતિહાસમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો રન ચેઝ સફળતાપૂર્વક હાંસલ કર્યો છે.

માથું નીચે, પગ ઉપર, શાનદાર સદી બાદ પંતની અનોખી ઉજવણી

RCBસામે ઋષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે RCBસામે સદી ફટકારી અને ખાસ રીતે ઉજવણી પણ કરી. પંતે છેલ્લે 2018માં સદી ફટકારી હતી. પંતે 7 વર્ષ પછી IPL માં સદી ફટકારી છે. તે IPL 2025માં સતત નિષ્ફળ રહ્યો હતો. પરંતુ તેણે RCBસામે પોતાની સદી પૂર્ણ કરી. આ પછી, પંતે એક અનોખી શૈલીમાં ઉજવણી કરી હતી. આ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેને લગભગ બધા જ RCBબોલરોને હરાવ્યા અને સદી ફટકારી. IPL 2025માં પંતનો સદીનો દુકાળ આખરે 7 વર્ષ પછી સમાપ્ત થયો. તેણે 61 બોલમાં 118 રનની શાનદાર ઇનિંગ રમી. પોતાની ઇનિંગ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. તે અંત સુધી અણનમ રહ્યો. આ સમયગાળા દરમિયાન, તેણે 193.44ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી.

Advertisement
Tags :
Advertisement
Advertisement