ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સંન્યાસની ચર્ચા વચ્ચે રવિન્દ્ર જાડેજાની વર્લ્ડ કપ રમવાની ઇચ્છા

10:50 AM Oct 13, 2025 IST | Bhumika
Advertisement

ઓસ્ટ્રેલિયામાં પસંદગી ન થવા અંગેનું કારણ સિલેક્ટર્સે મને જણાવ્યું હતું

Advertisement

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજરાતના રવીન્દ્ર જાડેજાએ વન-ડે ક્રિકેટમાંથી પોતાના સંન્યાસ અંગે મહત્ત્વનો સંકેત આપ્યો છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ભારતીય વન-ડે ટીમમાંથી બહાર કરાયા બાદ જાડેજાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હજી આ ફોર્મેટને અલવિદા કહેવાના મૂડમાં નથી. તેઓ આગામી 2027માં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ રમવા માટે ઉત્સુક છે.

રવીન્દ્ર જાડેજાએ પોતાના ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા કહ્યું, હું રમવા માંગુ છું. વર્લ્ડ કપ જીતવો એ દરેક ક્રિકેટરનું સપનું હોય છે અને 2023માં અમે ટ્રોફી જીતવાની ખૂબ નજીક આવીને ચૂકી ગયા હતા. જોકે, અંતિમ નિર્ણય હંમેશા ટીમ મેનેજમેન્ટનો હોય છે. તેમની આ પ્રતિક્રિયા પરથી સ્પષ્ટ થાય છે કે, 36 વર્ષીય જાડેજા આગામી ચાર વર્ષ સુધી ભારતીય ક્રિકેટને ઘઉઈં ફોર્મેટમાં પોતાનું યોગદાન આપવા તૈયાર છે.

ઓસ્ટ્રેલિયાના આગામી વન-ડે પ્રવાસ માટેની ટીમમાંથી બાકાત રખાવા પર જાડેજાએ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું, સિલેક્ટર્સે મને ટીમમાં ન લેવા પાછળના કારણો સમજાવ્યા, અને મને એ વાતની ખુશી છે કે કેપ્ટન, સિલેક્ટર્સ અને કોચે મને ન પસંદ કરવા પાછળનું કારણ જણાવ્યું. એવું નહોતું કે ટીમની જાહેરાત સમયે જ મને આ વાતની જાણ થઈ. તેમણે મને અગાઉથી જ જાણ કરી દીધી હતી.

Tags :
indiaindia newsRavindra JadejaRavindra Jadeja newsretirement talkSportssports newsworld cup
Advertisement
Next Article
Advertisement