નેશનલ સ્કૂલ ગેમ્સ 2024-25માં રાજકોટનો યુગ મકવાણા ઝળક્યો
સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા જાન્યુઆરી-2025 માં ભોપાલ, મધ્ય પ્રદેશ ખાતે આયોજિત 68 મી નેશનલ સ્કુલ ગેમ્સ 2024-25 માં ઓપન સાઈટ એર રાઈફલ શુટિંગ ટુર્નામેન્ટ અન્ડર 14 બોયસ ગ્રુપ માં રાજકોટના યુગ મકવાણા (ઉ.વર્ષ 14) એ ઈન્ડીવિડ્યુંઅલ કેટેગરીમાં તેમજ ટીમ કેટેગરીમાં ગુજરાત ટીમ વતી એમ કુલ 2 (બે) ગોલ્ડ મેડલ મેળવીને રાજકોટ અને ગુજરાતનું નામ રોશન કરેલ છે અને પિતા વીરેન મકવાણા અને માતા વૈશાલી મકવાણા, સમગ્ર મકવાણા પરિવાર તેમજ રજપૂત સમાજનું ગૌરવ વધારેલ છે.
26 જાન્યુઆરી ના રોજ જીલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માન. કૃષિમંત્રીશ્રી રાધવજીભાઈ પટેલ ના વરદહસ્તે યુગ મકવાણાનું સન્માન કરી તેની સિદ્ધિ બિરદાવવામાં આવેલ. યુગ છેલ્લા 3 વર્ષ થી રાજકોટ ખાતે રાઈફલ શુટિંગની પ્રેક્ટીસ કરી રહ્યો છે. અત્યારસુધીમાં વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લઇ યુગ મકવાણાએ 6 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ એમ કુલ 7 મેડલ મેળવ્યા છે.