For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વૈભવ સૂર્યવંશીના તરખાટ સાથે રાજસ્થાનનો ગુજરાત સામે રોયલ વિજય

10:42 AM Apr 29, 2025 IST | Bhumika
વૈભવ સૂર્યવંશીના તરખાટ સાથે રાજસ્થાનનો ગુજરાત સામે રોયલ વિજય

શુભમન ગીલની 84 રનની ઈનિંગ કામ ન આવી, રાજસ્થાને 15.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી વિજય હાંસીલ કર્યો

Advertisement

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની 47મી મેચ જયપુરમાં રાજસ્થાન રોયલ્સ (છછ) અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ, જે આઈપીએલ ઇતિહાસની યાદગાર મેચોમાંની એક બની રહેશે. આ કરો યા મરો મેચમાં રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સને કારમો પરાજય આપ્યો અને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાઓને જીવંત રાખી છે.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 209 રન બનાવીને રાજસ્થાન રોયલ્સ સામે 210 રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. ગુજરાત તરફથી સુકાની શુભમન ગિલે 50 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 84 રનની શાનદાર ઇનિંગ રમીને સિઝનની પોતાની ચોથી અડધી સદી ફટકારી હતી. ગિલે ઓપનર સાઈ સુદર્શન (30 બોલમાં 39) સાથે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી નોંધાવી હતી. અંતમાં જોસ બટલરે રાજસ્થાનના બોલિંગ આક્રમણ સામે ધમાકેદાર બેટિંગ કરી અને માત્ર 26 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા.

Advertisement

210 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સ માટે 14 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી સુનામી બનીને આવ્યો. તેણે ગુજરાતના દિગ્ગજ બોલરો સામે નિર્ભયતાથી બેટિંગ કરી અને ઇતિહાસ રચી દીધો. વૈભવે માત્ર 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને આઈપીએલ 2025ની સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ પોતાના નામે કર્યો. આ સાથે, તે આઈપીએલ ઇતિહાસમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો.

અડધી સદી બાદ પણ વૈભવ રોકાયો નહીં અને તેણે માત્ર 35 બોલમાં જ પોતાની સદી પૂરી કરીને વધુ બે મોટા રેકોર્ડ બનાવ્યા. તે આઈપીએલ ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી અને સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો. વૈભવે તેની અવિશ્વસનીય ઇનિંગ્સમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકારીને કુલ 101 રન બનાવ્યા અને ગુજરાતના બોલિંગ આક્રમણને વેરવિખેર કરી દીધું. જ્યારે તે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો, ત્યારે રાહુલ દ્રવિડ સહિત ડગઆઉટમાં હાજર સૌ કોઈએ ઊભા થઈને આ યુવા બેટ્સમેનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

વૈભવ સૂર્યવંશીની આ રેકોર્ડબ્રેક ઇનિંગના કારણે રાજસ્થાન રોયલ્સે 210 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 15.5 ઓવરમાં, 2 વિકેટ ગુમાવીને સરળતાથી હાંસલ કરી લીધો. આ જીત રાજસ્થાન માટે અત્યંત મહત્વની છે અને તેણે પોતાની પ્લેઓફની આશાઓને મજબૂત કરી છે.

મેચ દરમિયાન રાજસ્થાનના બોલરો ખાસ પ્રભાવ પાડી શક્યા ન હતા, ખાસ કરીને શ્રીલંકાના સ્પિનરો હસરંગા અને થિક્ષાના મોંઘા સાબિત થયા હતા. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સના જોસ બટલરે રાજસ્થાન સામે શાનદાર બેટિંગ કરીને બતાવ્યું કે શા માટે રાજસ્થાન રોયલ્સે મેગા ઓક્શન પહેલા તેને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો તે ચાહકો આજ સુધી સમજી શક્યા નથી. જોકે, આ મેચ સંપૂર્ણપણે 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીના નામે રહી, જેણે પોતાની તોફાની બેટિંગ અને રેકોર્ડબ્રેક પ્રદર્શનથી આઈપીએલ ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરાવ્યું છે.

14 વર્ષ 32 દિવસના વૈભવ સૂર્યવંશીની રેકોર્ડની વણજાર

રાજસ્થાન રોયલ્સના માત્ર 14 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ તેની તોફાની ઇનિંગ્સમાં અનેક મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં માત્ર 35 બોલમાં જ પોતાની સદી પૂરી કરી. આ સાથે તે IPL 2025ની સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ સિદ્ધિ હાંસલ કરવાની સાથે જ વૈભવ IPLના ઇતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો છે. તેની ઉંમર માત્ર 14 વર્ષ છે, જે એક અવિશ્વસનીય સિદ્ધિ છે. ઉપરાંત, તે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. સદી પહેલા, વૈભવ સૂર્યવંશીએ તેની IPL કારકિર્દીની પ્રથમ અડધી સદી પણ ફટકારી. તેણે માત્ર 17 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. આ અડધી સદી IPL 2025ની સૌથી ઝડપી અડધી સદી છે, તેણે લખનૌ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરન (18 બોલ)નો રેકોર્ડ તોડ્યો. 17 બોલમાં ફિફ્ટી ફટકારીને વૈભવ IPL ઇતિહાસમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર પણ બની ગયો છે. તેણે આ રેકોર્ડ 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે બનાવ્યો, જે રિયાન પરાગના 17 વર્ષ અને 175 દિવસના અગાઉના રેકોર્ડ કરતાં ઘણો ઓછો છે. IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ક્રિકેટર: 1. 14 વર્ષ 32 દિવસ - વૈભવ સૂર્યવંશી (છછ) વિ ગુજરાત ટાઇટન્સ, 2025* 2. 17 વર્ષ 175 દિવસ રિયાન પરાગ (છછ) વિ દિલ્હી કેપિટલ્સ, 2019 3. 18 વર્ષ 169 દિવસ - સંજુ સેમસન (છછ) દત છઈઇ, 2013

Advertisement
Tags :
Advertisement
Advertisement