ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજસ્થાન રોયલ્સ બટલર, પરાગ અને ચહલને ટીમમાંથી બહાર કરશે

12:39 PM Aug 12, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

ધરખમ ફેરફારના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ

Advertisement

IPL 2024 ના અંતથી, ઈંઙકની તમામ ટીમો IPL2025 માટે પોતાની જાતને તૈયાર કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે ટીમો IPLસારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી છે તેઓ તેમની ટીમમાં મોટા ફેરફારો કરતા જોવા મળી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, તમામ ટીમ મેનેજમેન્ટ આગામી સિઝન પહેલા પોતાની ટીમને મજબૂત કરવાનો પ્રયાસ કરશે.

આ ટીમોમાંથી એક IPLપ્રથમ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સ સંબંધિત એક મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સમાચાર અનુસાર, રોયલ્સ તેમની ટીમમાં મોટા ફેરફારો કરતા જોવા મળી શકે છે.

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રાજસ્થાનની ટીમ આગામી સિઝન પહેલા વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલરને તેની ટીમમાંથી બહાર કરવાનું વિચારી શકે છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન મેનેજમેન્ટ શ્રેષ્ઠ મિડલ ઓર્ડર બેટ્સમેન રિયાન પરાગને પણ બહારનો રસ્તો બતાવી શકે છે.

આગામી સિઝન પહેલા મેનેજમેન્ટ દ્વારા મોટા ફેરફારો કરવામાં આવી શકે છે. ઘણા ગુપ્ત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે યુઝવેન્દ્ર ચહલને પણ મેનેજમેન્ટ દ્વારા બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી તે ટીમ માટે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો છે.

આગામી સિઝન પહેલા મેનેજમેન્ટે શુભમ દુબે, રોવમન પોવેલ, તનુષ કોટિયન, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, નંદ્રે બર્જર, કુલદીપ સેન અને નવદીપ સૈની જેવા ખેલાડીઓને બહાર કરી દીધા છે. ઈંઙક 2024માં આ ખેલાડીઓનું પ્રદર્શન સારું નહોતું અને તેથી જ તેઓને બહાર કરી શકાય છે.

Tags :
cricketnewsindia newsIPLIPL2024SportsNEWS
Advertisement
Advertisement