For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ, 40 કરોડની ઇનામી રકમ મળી

10:54 AM Nov 03, 2025 IST | admin
ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર રૂપિયાનો વરસાદ  40 કરોડની ઇનામી રકમ મળી

સાઉથ આફ્રિકાને પણ 20 કરોડ અને સેમિફાઇનલ હારેલી ટીમોને 9.3 કરોડ મળશે

Advertisement

ભારતીય ટીમે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. ભારતે પહેલીવાર મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો. ચેમ્પિયન બન્યા પછી મોટી રકમ મળી હતી. મહિલા વન-ડે વર્લ્ડ કપની 13મી સીઝન જીતનાર ભારતીય ટીમને 4.48 મિલિયન ડોલર (આશરે 40 કરોડ રૂૂપિયા) ની ઇનામી રકમ મળી હતી. આ રકમ 2022 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને મળેલા 1.32 મિલિયન કરતા 239 ટકા વધુ હતી. 2023માં ઓસ્ટ્રેલિયા વિશ્ર્વ કપ જીતી ત્યારે 4 મિલિયન ડોલર મળ્યા હતા એટલે કે પુરુષો કરતા મહિલાને વધુ નાણા મળ્યા છે.
ઉપવિજેતા દક્ષિણ આફ્રિકાને પણ નોંધપાત્ર રકમ મળી હતી. લૌરા વોલ્વાર્ટની કેપ્ટનશીપ હેઠળની દક્ષિણ આફ્રિકાને 2.24 મિલિયન ડોલર (આશરે 20 કરોડ રૂૂપિયા) મળ્યા હતા. આ રકમ 2022 ઓડીઆઇ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડના 600,000 ડોલર કરતા 273 ટકા વધુ છે.

બે હારેલી સેમિફાઇનલ ટીમો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને 1.12 મિલિયન ડોલર (આશરે 9.3 કરોડ રૂૂપિયા) ની સમાન રકમ મળી હતી. પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેલા શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડને 700,000 ડોલર (આશરે 5.8 કરોડ રૂૂપિયા)ની સમાન રકમ મળી હતી. આ ઉપરાંત, સાતમા અને આઠમા સ્થાને રહેલા બાંગ્લાદેશ અને પાકિસ્તાનને પણ નોંધપાત્ર રકમ મળી. બાંગ્લાદેશ અને પાકિસ્તાનને 280,000 ડોલર (આશરે ₹2.3 કરોડ)ની સમાન રકમ મળી હતી.

Advertisement

વધુમાં દરેક ટીમને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં ભાગ લેવા બદલ આઇસીસી (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) તરફથી 250,000 ડોલર (આશરે ₹2 કરોડ) ની ગેરંટી આપવામાં આવી હતી. વધુમાં ટીમોને જીતેલી દરેક મેચ માટે વધારાના 34,314 ડોલર (આશરે ₹2.8 મિલિયન) મળ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement