For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાહુલ દ્રવિડના દિકરા સમિતે રમી ધાકડ ઈનિંગ્સ, મુખ્ય ટુર્નામેન્ટના મેચમાં 98 રન ફટકારી ટીમને અપાવ્યો વિજય

02:48 PM Dec 21, 2023 IST | Sejal barot
રાહુલ દ્રવિડના દિકરા સમિતે રમી ધાકડ ઈનિંગ્સ  મુખ્ય ટુર્નામેન્ટના મેચમાં 98 રન ફટકારી ટીમને અપાવ્યો વિજય

ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પુત્ર સમિતે કૂચ બિહાર ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર સામે કર્ણાટક તરફથી 98 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સમિતે પોતાની ઇનિંગ દરમિયાન ઘણા આકર્ષક સ્ટ્રોક રમ્યા હતા. સમિત દ્રવિડે 98 રનની ઈનિંગમાં 13 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.

Advertisement

કર્ણાટકએ જમ્મુ અને કાશ્મીરને એક દાવ અને 130 રનના વિશાળ અંતરથી હરાવ્યું. રાહુલ દ્રવિડના પુત્રની ઈનિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શાનદાર શોટ્સ મારતો જોવા મળી રહ્યો છે.

સમિત અને કાર્તિકેયની ઉત્તમ ભાગીદારી

Advertisement

નોંધનિય છે કે, કૂચ બિહાર ટ્રોફી મેચમાં, જમ્મુ અને કાશ્મીરે પ્રથમ બેટિંગ કરી અને સમગ્ર ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કર્ણાટક તરફથી સમિત પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે કાર્તિકેય કેપી સાથે ચોથી વિકેટ માટે 233 રનની ભાગીદારી કરી હતી. કાર્તિકેય કેપીએ 175 બોલમાં 163 રન બનાવ્યા હતા. તે ટીમનો ટોપ સ્કોરર હતો.

કર્ણાટકે તેનો પ્રથમ દાવ 100 ઓવરમાં 480/5ના સ્કોર પર ડિકલેર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરનો બીજો દાવ પણ ઝડપથી સમાપ્ત થઈ ગયો અને આ રીતે કર્ણાટકે એક દાવ અને 130 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી.

દ્રવિડે પત્ની સાથે પુત્રને મેચ રમતા જોયો

થોડા સમય પહેલા રાહુલ દ્રવિડ અને તેની પત્ની વિજેતા સ્ટેડિયમમાં પુત્ર સમિતને રમતા જોતા જોવા મળ્યા હતા. ત્યારબાદ મૈસુરમાં ઉત્તરાખંડ અને કર્ણાટક વચ્ચે મેચ રમાઈ રહી હતી. રાહુલ દ્રવિડ રાષ્ટ્રીય જવાબદારીઓમાંથી બ્રેક પર હતો અને આ દરમિયાન તે પોતાના પુત્રને પ્રોત્સાહિત કરવા આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર વધુ એક ફોટો વાયરલ થયો છે. સમિતે કૂચ બિહાર ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામે 27 અને 28 રનની ઇનિંગ્સ રમી હતી. સમિત ક્રિકેટના મેદાન પર પોતાની સ્ટાઈલથી સતત પ્રભાવિત કરી રહ્યો છે. તે સ્પષ્ટ છે કે રાહુલ દ્રવિડનો વારસો સારા હાથમાં છે કારણ કે આગામી પેઢી રમત પ્રત્યે ખૂબ સમર્પણ બતાવી રહી છે.

રાહુલ દ્રવિડ ભારતીય ટીમ સાથે જોડાશે

રાહુલ દ્રવિડ દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ સાથે જોડાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. આ મેચ 26 થી 30 ડિસેમ્બર દરમિયાન રમાશે. આ પછી, બીજી ટેસ્ટ 3 થી 7 જાન્યુઆરી દરમિયાન ન્યૂલેન્ડ્સ, કેપટાઉનમાં રમાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement