For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલ

10:57 AM May 23, 2025 IST | Bhumika
iplનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલ

બંગાળ સાથે ‘રમત’રમાયાનો ટીએમસીનો આરોપ

Advertisement

IPL 2025ની ફાઇનલ હવે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈના આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળના રમતગમત અને યુવા બાબતોના મંત્રી અરૂૂપ બિસ્વાસે સ્થળ બદલવા બદલ કેન્દ્રની ભાજપ સરકાર પર નિ

શાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોઈ રાજકીય કારણોસર તેમની કોલકાતાથી બદલી કરવામાં આવી છે.
બંગાળ સરકારના મંત્રી અરૂૂપ બિસ્વાસે પૂછ્યું કે બંગાળના ક્રિકેટ પ્રેમીઓને કેમ વંચિત રાખવામાં આવી રહ્યા છે ટીએમસી નેતાએ કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો, જેમાં તેમણે સુરક્ષાનો હવાલો આપતા મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. અરૂૂપ બિસ્વાસે કહ્યું, સુકાંત મજુમદારે ટ્વીટ કર્યું કે સુરક્ષાના કારણોસર ફાઇનલ ખસેડવામાં આવી છે, જ્યારે બીસીસીઆઈ કહે છે કે આ નિર્ણય ખરાબ હવામાનને કારણે લેવામાં આવ્યો છે.

Advertisement

તેમણે કહ્યું, આ એક ષડયંત્ર છે. રાજકીય કારણોસર મેચ ખસેડવામાં આવી હતી. વરસાદ ફક્ત એક બહાનું છે. અગાઉ, કેન્દ્રીય રાજ્ય મંત્રી અને પશ્ચિમ બંગાળ ભાજપ પ્રમુખ સુકાંત મજુમદારે મમતા બેનર્જી સરકારને ઈંઙકનું આયોજન કરવાનો અધિકાર ગુમાવવા માટે જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું, આઈપીએલ ફાઇનલ મેચને ઈડન ગાર્ડન્સથી ખસેડવી એ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કુશાસનનો બીજો સ્પષ્ટ પુરાવો છે. ખરાબ કાયદો અને વ્યવસ્થા, ભાંગી પડેલું વહીવટી માળખું અને રાજકીય અક્ષમતા વાસ્તવિક કારણો છે.

બંગાળની સરખામણી ગુજરાત સાથે કરતા કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે કહ્યું, આજે ગુજરાતમાં બધું જ થઈ રહ્યું છે કારણ કે તે રાજ્યમાં સુશાસન અને માળખાગત સુવિધા છે. પશ્ચિમ બંગાળમાં ફક્ત તુષ્ટિકરણ અને તમામ પ્રકારની ગંદી રાજનીતિ ચાલી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement