PM મોદી વર્લ્ડ ચેમ્પિયન દીકરીઓને મળ્યા, પ્રધાનમંત્રીને ખાસ ભેટ આપી
10:59 AM Nov 06, 2025 IST | admin
ભારતીય ટીમે ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો, અને પ્રથમ વખત ટાઈટલ જીત્યું. ICC મહિલા વર્લ્ડ કપ 2025 ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. BCCI પ્રમુખ મિથુન મનહાસ પણ ટીમ સાથે હાજર રહ્યા હતા.
Advertisement
આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી અને પછી ફોટોશૂટનું આયોજન કર્યું. ભારતીય મહિલા ટીમના ખેલાડીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ખાસ ભેટ પણ આપી, જેનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય મહિલા ટીમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટીમ ઈન્ડિયાની સહીવાળી જર્સી ભેટમાં આપી હતી. જર્સી પર નંબર 1 અને નામ ‘નમો’ લખેલું છે. વધુમાં, જર્સી પર 2025 મહિલા વર્લ્ડ કપમાં ભાગ લેનાર દરેક ભારતીય ખેલાડીના હસ્તાક્ષર પણ છે.
Advertisement
Advertisement
