ટેસ્ટ ફોર્મેટમાં રમવું માનસિક અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક
રોહિત શર્માએ આ વર્ષે મે મહિનામાં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી. એક વર્ષ પહેલા ટી20 વર્લ્ડ કપ બાદ ટી20 ફોર્મેટને અલવિદા કહ્યું. હવે તે ફક્ત ઓડીઆઇ ફોર્મેટમાં જ રમે છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં રોહિતે ટેસ્ટ ક્રિકેટનો અનુભવ શેર કર્યો અને આ ફોર્મેટને માનસિક અને શારીરિક રીતે ખૂબ જ પડકારજનક ગણાવ્યું હતું.
ટેસ્ટ ફોર્મેટ વિશે રોહિતે કહ્યું, પઆ એવું ફોર્મેટ છે જેના માટે તમારે લાંબી તૈયારી કરવી પડે છે, કારણ કે ટેસ્ટમાં તમારે લાંબા સમય સુધી મેદાન પર રહેવું પડે છે, ટેસ્ટમાં પાંચ દિવસ રમવાનું હોય છે. માનસિક રીતે તે ખૂબ જ પડકારજનક અને કંટાળાજનક પણ હોય છે.
રોહિતે આગળ કહ્યું, જ્યારે તમે ખૂબ નાના હોવ છો, ત્યારે તમને તૈયારીનું મહત્વ સમજાતું નથી. પરંતુ જેમ-જેમ તમે પ્રગતિ કરો છો, તેમ-તેમ તમે સમજો છો કે રમતમાં શિસ્ત જરૂૂરી છે, તમે સૌથી લાંબા ફોર્મેટમાં રમી રહ્યા હોવ છો, ત્યારે એકાગ્રતા સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે, કારણ કે તમે ખૂબ સારા પ્રદર્શનની અપેક્ષા રાખતા હોવ છો અને તેના માટે માનસિક રીતે તાજગી હોવી જરૂૂરી છે.