ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

બોલ પર બેઠેલી માખીના કારણે ખેલાડી ચેમ્પિયન, 2 મિલિયન ડોલર મળ્યા

11:01 AM Aug 26, 2025 IST | Bhumika
Advertisement

અમેરિકામાં આયોજિત BMW ચેમ્પિયનશિપમાં બ્રિટિશ ગોલ્ફર ટોમી ફ્લીટવુડની જીત એક અનોખી ઘટના બની ગઈ છે. ટૂર્નામેન્ટના અંતિમ રાઉન્ડમાં ટોમીનો શોટ હોલની નજીક અટક્યો હતો. આ શોટ પર એક માખી બેસી ગઈ, જેના કારણે બોલ હોલમાં ખસક્યો અને ટોમીને ટુર્નામેન્ટમાં જીત મળી, સાથે જ તેને 2 મિલિયન ડોલરનું ઈનામ પણ મળ્યું.

Advertisement

મેરિલેન્ડમાં આવેલ કેવ્સ વેલી ગોલ્ફ ક્લબ ખાતે આ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. ટોમી ફ્લીટવુડે સાત અંડરથી શરુઆત કરી અને પાર 4ના સેક્ધડ હોલ પર બર્ડી બનાવી. તેની પાસે જીતવાની તક હતી, પરંતુ તેનો બોલ હોલની નજીક અટકી ગયો. બધાને લાગ્યું કે તે હારી ગયો. પરંતુ એ સમયે એક માખી બોલ પર બેસી ગઈ. માખીના વજનથી બોલ થોડો સરક્યો અને સીધો હોલમાં પડી ગયો. આ દ્રશ્ય સૌને આશ્ચર્યચકિત કરી દીધું.
ટૂર્નામેન્ટના અધિકારીઓએ આ ઘટના VAR (વીડિયો આસિસ્ટન્ટ રેફરી) દ્વારા ચકાસી ટોમીને વિજેતા જાહેર કર્યો. તેની જીત સાથે ટોમીને કુલ 2 મિલિયન ડોલરની રકમ મળી, જેમાં 728,750 ઈનામ અને 1.45 મિલિયન બોનસ શામેલ છે. આ જીતથી તે FedEx કપ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે.

ટોમી ફ્લીટવુડ ઓક્ટોબરમાં ભારતમાં 16થી 19 ઓક્ટોબર દરમિયાન દિલ્હી ગોલ્ફ ક્લબમાં ડીપી વર્લ્ડ ઈન્ડિયા ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. ટોમી 7 વખત ડીપી વર્લ્ડ ટૂરમાં ચેમ્પિયન બન્યો છે અને તેની વર્લ્ડ રેન્કિંગ 13 છે. આ ઘટના રમતગમતની દુનિયામાં નસીબ અને અનોખા સંજોગોની મહત્તા બતાવે છે, જ્યાં એક સામાન્ય માખી પણ કોઈ મોટા ખેલાડીની જીત માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે.

Tags :
AmericaAmerica newscricketSportssports newsworld
Advertisement
Next Article
Advertisement